ગુજરાત

gujarat

ETV Bharat / city

પાટનગર ગાંધીનગરમાં બની રહ્યું છે, ફાઈવ સ્ટાર રેલવે સ્ટેશન - IRDC

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ફાઇવ સ્ટાર રેલવે સ્ટેશન આકાર લઈ રહ્યું છે. આ રેલવે સ્ટેશનનું ભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2017માં કરવામાં આવ્યું હતું. સેકટર 14માં વિશ્વ પ્રસિદ્ધ 'મહાત્મા મંદિર' પાસે રેલવે સ્ટેશન બની રહ્યું છે. આ રેલવે સ્ટેશન ઉપર ફાઈવ સ્ટાર હોટલ આવેલી છે.

પાટનગર ગાંધીનગરમાં બની રહ્યું છે, ફાઈવ સ્ટાર રેલવે સ્ટેશન
પાટનગર ગાંધીનગરમાં બની રહ્યું છે, ફાઈવ સ્ટાર રેલવે સ્ટેશન

By

Published : Dec 31, 2020, 2:52 PM IST

Updated : Dec 31, 2020, 5:11 PM IST

  • ગાંધીનગર ખાતે બની રહ્યું છે, ગુજરાતનું અદ્યતન રેલવે સ્ટેશન
  • ગાંધીનગર કેપિટલ' નામ છે, રેલવે સ્ટેશનનું
  • ફાઈવ સ્ટાર હોટેલ અને આધુનિક સુવિધાથી સજ્જ રેલવે સ્ટેશન

ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ખાતે અદ્યતન રેલવે સ્ટેશન બની રહ્યું છે. આ રેલવે સ્ટેશનનું ભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં કર્યું હતું. ગાંધીનગર શહેરના સેકટર 14માં વિશ્વ પ્રસિદ્ધ 'મહાત્મા મંદિર' પાસે રેલવે સ્ટેશન બની રહ્યું છે. આ રેલવે સ્ટેશન ઉપર ફાઈવ સ્ટાર હોટલ આવેલી છે.

પાટનગર ગાંધીનગરમાં બની રહ્યું છે, ફાઈવ સ્ટાર રેલવે સ્ટેશન

IRDC અને GARUDA દ્વારા વિકસાવાશે રેલવે સ્ટેશન

ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન અને ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના સહયોગ દ્વારા આ રેલવે સ્ટેશન આકાર લઈ રહ્યું છે. પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલ આધારિત આ પ્રોજેક્ટ બની રહ્યો છે. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અનુક્રમે 1:3ના પ્રમાણમાં નાણા રોકાયેલ છે. ફાઈવ સ્ટાર હોટલમાં 300 રૂમ છે. 'લીલા એસોસીએટસ' આ હોટેલનું સંચાલન કરશે. રેલવે સ્ટેશન ઉપર 3 પ્લેટફોર્મ આવેલા છે અને 4 ટ્રેક આવેલા છે.

પાટનગર ગાંધીનગરમાં બની રહ્યું છે, ફાઈવ સ્ટાર રેલવે સ્ટેશન

રેલવે સ્ટેશન પરની સુવિધાઓ

આ રેલવે સ્ટેશનની અંદર ફૂડ સ્ટોલ, પુસ્તકાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. સામાન્ય રીતે રેલવે સ્ટેશન પર એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે ફૂટ ઓવર બ્રિજ વપરાય છે. પરંતુ આ રેલવે સ્ટેશનની અંદર સબ-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે. દિવ્યાંગ વ્યક્તિઓ પણ સરળતાથી અવર-જવર કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગાંધીનગર ગ્રીન સિટી છે, ત્યારે આ રેલવે સ્ટેશનને પણ ગ્રીન રેલવે સ્ટેશન તરીકે વિકસાવાઈ રહ્યું છે. એરપોર્ટમાં જેવી રીતે ચેક-ઇન અને ચેક-આઉટની વ્યવસ્થા હોય છે, તે જ મોડલ ઉપર આ રેલવે સ્ટેશનમાં પ્રવાસીઓની અવર-જવર થશે. આ સંપૂર્ણ રેલવે સ્ટેશન સીસીટીવી કેમેરાથી સજ્જ છે.

પાટનગર ગાંધીનગરમાં બની રહ્યું છે, ફાઈવ સ્ટાર રેલવે સ્ટેશન

2021માં થઈ શકે છે, ઉદ્દઘાટન

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં યોજાતી ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતી છે. ત્યારે ઘણા બધા મહાનુભાવ ગાંધીનગર ખાતે આવતા હોય છે. તેમના રહેવા માટે પણ આ એક અલાયદી વ્યવસ્થા ઊભી થશે. સામાન્ય રીતે આ રેલવે સ્ટેશન ઉપર હવે પહેલા કરતા રેલ ટ્રાફિકમાં વધારો થશે. ગાંધીનગર વાસીઓને રેલવેની સારી સુવિધા પણ ઉપલબ્ધ થશે. રેલવે સ્ટેશનની કામગીરી 2021માં પૂર્ણ થાય તેવી સંભાવના છે.

પાટનગર ગાંધીનગરમાં બની રહ્યું છે, ફાઈવ સ્ટાર રેલવે સ્ટેશન

તેનું લગભગ 90 ટકા કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે

જ્યારે આ પ્રોજેકટ શરૂ થયો હતો ત્યારે તેનો અંદાજિત ખર્ચ 250 કરોડનો હતો. જેમાં પાર્કિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. અમદાવાદની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની આ પ્રોજેકટ પર કાર્ય કરી રહી છે. તેને પૂર્ણ કરવાનો સમય 2019નો હતો. પરંતુ હવે તે 2021માં જ પૂર્ણ થશે. તેનું લગભગ 90 ટકા કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે આવનાર સમયમાં દોડનાર ટ્રેનોનું સંભવિત લિસ્ટ પણ લાગી ચૂક્યું છે. સંભવતઃ દેશના આવા અનોખા રેલવે સ્ટેશનનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી શકે છે.

Last Updated : Dec 31, 2020, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details