- ગુજરાતમાં બની પ્રથમ સ્વદેશી અનાજ ટેસ્ટિંગ કીટ
- Quality Assessmentમાં ફેઈલ થતા પરત આવતું હતું અનાજ
- માત્ર 3 મિનિટમાં અનાજનો ટેસ્ટ કરીને તેનું પરિણામ જાણી શકાશે
ગાંધીનગર : ભારતમાંથી વિવિધ અનાજની નિકાસ કરવામાં આવે છે. આ માટે નિકાસ અગાઉ અનાજની ગુણવત્તા ચકાસણી (Quality Assessment) કરવામાં આવે છે. જો અનાજ આ ટેસ્ટમાં નિષ્ફળ થાય તો સમગ્ર કન્સાઈન્મેન્ટ વિદેશથી પરત ફરે છે. ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (National Forensic Science University) દ્વારા એક સ્વદેશી કીટ (made in India crop testing kit) નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કીટની મદદથી માત્ર 3 મિનિટમાં જ અનાજની ગુણવત્તા ચકાસી શકાય છે.
માઇકોટોક્સિનથી શરીર પર પડી શકે છે ગંભીર અસર
અનાજમાં ફૂગ (Fungus) થી ઉદ્ભવતો માઇકોટોક્સિન (Mycotoxin) નામનો પદાર્થ જો માણસના શરીરમાં પહોંચે તો તેના લીવર પર સૌથી ખરાબ અસર પડે છે. અમુક કિસ્સાઓમાં વ્યક્તિ કેન્સરનો પણ શિકાર થઈ શકે છે. વિવિધ દેશોમાં આ પ્રકારના ટોક્સિન ધરાવતી અનાજ પર પ્રતિબંધ છે. ભારતમાંથી નિકાસ કરવામાં આવતા અનાજમાં વધુ પ્રમાણમાં માઇકોટોક્સિન (Mycotoxin) હોય છે. ભારતની આબોહવા પણ વિષમ હોવાથી અનાજમાં માઈકોટોક્સિનને રોકી શકતી નથી. જેથી વિદેશમાં મોકલતા પહેલા ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ કુલ 2 વખત કરવામાં આવે છે અને ટેસ્ટમાં ફેઈલ થનારુ સમગ્ર કન્સાઈન્મેન્ટ પરત મોકલવામાં આવે છે.
ઘણી વખત વિદેશથી પણ અનાજ પરત આવ્યું