ગુજરાત

gujarat

ETV Bharat / city

Fake Degree Scandal Gandhinagar: ગાંધીનગરથી બોગસ ડિગ્રીકાંડ ઝડપાયું, 50થી વધુ ડિગ્રી સાથે 2 આરોપીની ધરપકડ - સનરાઇઝ યુનિવર્સિટી અલવર

ગાંધીનગરમાંથી પોલીસે બોગસ ડિગ્રીનું કૌભાંડ (Fake Degree Scandal Gandhinagar) ઝડપ્યું છે. પોલીસે એક મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 50થી વધુ બોગસ ડિગ્રીઓ મળી આવી છે. આ બોગસ ડિગ્રી માટે આરોપીઓ 50 હજારથી લાખ રૂપિયા સુધી વસૂલતા હતા.

Fake Degree Scandal Gandhinagar: ગાંધીનગરથી બોગસ ડિગ્રીકાંડ ઝડપાયું, 50થી વધુ ડિગ્રી સાથે 2 આરોપીની ધરપકડ
Fake Degree Scandal Gandhinagar: ગાંધીનગરથી બોગસ ડિગ્રીકાંડ ઝડપાયું, 50થી વધુ ડિગ્રી સાથે 2 આરોપીની ધરપકડ

By

Published : Mar 25, 2022, 9:38 PM IST

ગાંધીનગર: ગુજરાતમાંથી વધુ એક બોગસ ડિગ્રીકાંડ (Fake Degree Scandal Gandhinagar) ઝડપાયું છે. મહત્વનું છે કે, રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી (Crime In Gandhinagar) પોલીસે અલગ-અલગ યુનિવર્સિટીની 50થી વધુ ડિગ્રીઓ સાથે એક મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરી છે. ગાંધીનગર પોલીસની ગિરફતમાં વંદના શ્યામલકેતુ બરૂઆ અને વિપુલ પટેલ નામના 2 આરોપી આવ્યા છે. આ બંને આરોપીઓની ધરપકડ નકલી ડિગ્રીઓ બનાવીને લોકોને લાખો રૂપિયામાં વેચવા બાબતે કરવામાં આવી છે.

ડિગ્રીની જરૂર હોય તેઓની પાસેથી 50 હજારથી લાખો રૂપિયા સુધીની રકમ વસૂલી.

અલગ-અલગ યુનિવર્સિટીના જુદા જુદા નામવાળા ડિગ્રી સર્ટિફિકેટ- સેક્ટર 21 પોલીસ (Gandhinagar Sector 21 Police)ને બાતમી મળી હતી કે, પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સુરભી કોમ્પલેક્ષ (surbhi complex gandhinagar)માં આવેલી બરૂઆ ટ્યુટોરિયલ (barua tutorial gandhinagar) નામની ઓફિસમાં અલગ-અલગ યુનિવર્સિટીની ડિગ્રીઓ પૈસા લઈને વેચવાનું કૌભાંડ ચાલે છે, જેથી પોલીસે બરૂઆ ટ્યુટોરીયલ પર રેડ કરીને તપાસ કરતા ત્યાંથી અલગ-અલગ યુનિવર્સિટીના જુદા જુદા નામવાળા ડિગ્રી સર્ટિફિકેટ તેમજ માઇગ્રેશન સર્ટી અને માર્કશીટો મળી આવી હતી. પોલીસે બરૂઆ ટ્યુટોરિયલ ચલાવતી મહિલા વંદના બરૂઆની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા વધુ એક આરોપીનું નામ ખૂલ્યું હતું.

આ પણ વાંચો:Fake Marksheet Scam : નકલી ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટનું દેશવ્યાપી કૌભાંડ ઝડપાયું, એક મહિલાની ધરપકડ

50 હજારથી લાખો રૂપિયા સુધીની રકમ વસૂલી- મહિલા આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, તેની પાસે ટ્યુશન ક્લાસીસ ચલાવતો વિપુલ પટેલ અલગ-અલગ જગ્યાએથી ગ્રાહકો શોધીને લાવતો હતો અને તે ગ્રાહકોને જે યુનિવર્સિટીના સર્ટિફિકેટ કે ડિગ્રીની જરૂર હોય તેઓની પાસેથી 50 હજારથી લાખો રૂપિયા સુધીની રકમ વસૂલી અને બોગસ સર્ટિફિકેટ બનાવી આપતો હતો. સેક્ટર 21 પોલીસે સ્થળેથી અલગ-અલગ યુનિવર્સિટીની 56 જેટલી માર્કશીટો (Fake Marksheets Gandhinagar) કબજે કરી છે અને બંને આરોપીઓની આકરી પૂછપરછ હાથ ધરી છે.

ઓરિસ્સાના તન્મય પાસે બનાવડાવી તમામ ડિગ્રીઓ- આરોપીઓની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ઓરિસ્સા ખાતે રહેતા તન્મય દેબરોય નામના વ્યક્તિ પાસેથી આ તમામ ડિગ્રીઓ બનાવડાવી હતી. પોલીસે આ મામલે મેરઠની ચૌધરી ચરણસિંઘ યુનિવર્સિટી (chaudhary charan singh university)ની 33, અલવરની સનરાઈઝ યુનિવર્સિટીની (sunrise university Alwar) 2, અમદાવાદની કેલોક્ષ ટીચર્સની 17 અને જયપુર નેશનલ યુનિવર્સિટીની (national university jaipur) 1, તમિલનાડુની અન્નામલાઇ યુનિવર્સિટીની 2 અને બાબા સાહેબ આંબેડકર ટેકનોલોજીકલ યુનિવર્સિટીની 1 ડિગ્રી એમ કુલ મળીને 56 ડિજિટલ સિગ્નેચર તથા સહી સિક્કાવાળી ડુપ્લિકેટ માર્કશીટ અને ખોટા બનાવટી શૈક્ષણિક દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:Duplicate markersheet case: વિવિધ યુનિવર્સિટીની ડુપ્લીકેટ માર્કશીટ વેચવાનું કૌભાંડ, રાજકોટથી ત્રણની ધરપકડ

વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને બોગસ સર્ટિફિકેટ બનાવી આપવામાં આવતા હતા-ગુનામાં સામેલ મુખ્ય આરોપી તન્મય દેબરોયને પકડવા માટે ગાંધીનગર પોલીસે કવાયત હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ વર્ષ 2014થી બોગસ સર્ટિફિકેટ બનાવતા હોવાનું સામે આવ્યું છે અને ખાસ કરીને વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને બોગસ સર્ટિફિકેટ બનાવી આપતા હતા. તેવામાં આરોપીઓેએ અત્યાર સુધીમાં કેટલા બોગસ સર્ટિફિકેટ બનાવ્યાં તેમજ તે સર્ટિફિકેટનો ઉપયોગ કોણે કોણે કઈ જગ્યાએ કેવી રીતે કર્યો અને આ ગુનામાં કોઈપણ યુનિવર્સિટીના કર્મચારી કે અધિકારી સામેલ છે કે કેમ તે દિશામાં સેક્ટર-21 પોલીસે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details