નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સરકારી કર્મચારીઓ માટે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના 7742 કર્મચારીઓ અને 11617 પેન્શનર્સ મળી, અંદાજીત કુલ 19, 359 અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનર્સને રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચના લાભો મંજૂર કરેલ છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા હાલમાં છઠ્ઠા પગાર પંચનો લાભ અંદાજીત 19 હજાર જેટલા કર્મચારીઓ-અધિકારીઓ આપવામાં આવી રહ્યો છે. ભારત સરકાર દ્વારા 1-7-2018થી 6 ટકા તથા 1-1-2019થી વધુ 6 ટકા મોંઘવારી ભથ્થુ મંજૂર કરાયું છે. છઠ્ઠા પગાર પંચ મેળવતાં રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને તેમના પગાર ઉપરાંત અત્યારે 142 ટકા મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવી રહ્યું છે. ભારત સરકારે પણ 1-7-2018થી વધુ 6 ટકા તથા 1-1-2019થી વધુ 6 ટકા મોંઘવારી ભથ્થુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જાહેર કરાયું છે. આ સંદર્ભે છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર/પેન્શન મેળવતાં રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે 1-7-2018થી વધુ 6 ટકા તથા 1-1-2019થી વધુ 6 ટકા મળી કુલ 12 ટકા મોંઘવારી ભથ્થુ ચુકવવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યમાં છઠ્ઠું પગાર પંચ મેળવતાં કર્મચારી અને પેન્શનર્સને 12 ટકા મોંઘવારી ભથ્થું મળશે - pensioners
ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા છઠ્ઠું પગરપંચ લાગુ કરી દેવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા છઠ્ઠા પગાર પંચનો અમલ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ બાબતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, છઠ્ઠું પગાર પંચ મેળવતાં રાજ્ય સરકારના ૧૯,૩૫૯ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને 1-7 2018થી 6 ટકા તથા 1-1-2019થી વધુ 6 ટકા મળી કુલ 12 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ ઓગસ્ટ-2019ના પગાર સાથે ચુકવવામાં આવશે. જેનાથી રાજ્ય સરકાર ઉપર વાર્ષિક 41.93 કરોડનું વધારાનું ભારણ પડશે.
sixth pay commission Gujarat
ઓગસ્ટ-2019ના પગારની ચુકવણી સાથે કુલ 12 ટકા મોંઘવારી ભથ્થાનો વધારો 1-7-2018થી વધુ 6 ટકા તથા 1-1-2019થી વધુ 6 ટકા મળી 12 ટકા ગણીને ઓગસ્ટ-2019ના પગાર સાથે રોકડમાં ચુકવણું કરવામાં આવશે. આ નિર્ણયના કારણે રાજ્ય સરકાર ઉપર વાર્ષિક અંદાજે 41.93 કરોડ જેટલું ભારણ વધશે.