- સાંજ સુધીમાં ચૂંટણીને અનુલક્ષીને થઇ શકે છે મોટી જાહેરાત
- સીએમ રૂપાણીએ ચૂંટણીઓ મોકૂફ રાખવાની કરી માગ
- બેઠકોનો દોર અવિરત ચાલુ
ગાંધીનગર: આવનારા દિવસોમાં યોજાનારી ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રહે તેવી સંભાવના જોવા મળી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ચૂંટણી પંચને આ અંગે પત્ર લખતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે. સાંજ સુધીમાં ચૂંટણીને અનુલક્ષીને મોટી જાહેરાત થઈ શકે છે.
કોંગ્રેસ અને આપ દ્વારા પણ કરાઇ હતી રજૂઆત
આ પહેલા કોંગ્રેસ અને આપ દ્વારા પણ ચૂંટણી પંચને ચૂંટણી મોકૂફ રાખવા અંગે રજૂઆત કરાઇ હતી. જો કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ર બાદ ચૂંટણીને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. ચૂંટણી પંચ, મનપા અને કલેક્ટર કક્ષાએ બેઠકો પણ શરૂ થઈ ગઈ છે. આગામી એક મહિના સુધી ચૂંટણી મોકૂફ રહે તે પ્રકારની સંભાવનાઓ વર્તાઈ રહી છે.