ગુજરાત

gujarat

ETV Bharat / city

હવે ગ્રામ પંચાયતની 3,252 બેઠકો પર નહીં રહે OBC અનામત, આ રહ્યું મોટું કારણ - Reservation removed for the next election

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં (Election of Gram Panchayats in Gujarat ) પંચાયત અધિનિયમ 1993થી (Panchayat Act 1993) અમલમાં રહેલા અન્ય પછાત વર્ગો ઓબીસી અનામત બેઠકો માટે 10 ટકા બેઠકો અનામત (10 per cent seats reserved for OBC) રહેશે નહીં. સમગ્ર નિર્ણય અંગે તમામ વિગતો જાણો અહેવાલમાં.

Election of Gram Panchayats in Gujarat : સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ આગામી ચૂંટણી માટે આ અનામત હટાવાઇ
Election of Gram Panchayats in Gujarat : સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ આગામી ચૂંટણી માટે આ અનામત હટાવાઇ

By

Published : Jul 5, 2022, 4:47 PM IST

Updated : Jul 5, 2022, 5:22 PM IST

ગાંધીનગર : દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 10 ટકા અનામત (10 per cent seats reserved for OBC) હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ રાજ્યોને આ નિર્ણય કરવાની ફરજ Supreme Court judgment on OBC reservation પાડવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમના ચૂકાદાના છ મહિના બાદ પણ કોઈ નિર્ણય ન લેવામાં આવ્યો ન હતો. જે હવે રાજ્ય ચૂંટણી પંચ (State Election Commission ) દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે ગુજરાતમાં હવેથી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં (Election of Gram Panchayats in Gujarat ) પંચાયત અધિનિયમ 1993થી(Panchayat Act 1993) અમલમાં રહેલા અન્ય પછાત વર્ગો ઓબીસી માટે 10 ટકા બેઠકો અનામત (OBC reserved seats) રહેશે નહીં.

સુપ્રીમ કોર્ટ 19 જાન્યુઆરી 2022ના દિવસે આપ્યો નિર્ણય - વર્ષ 2021ના અંતમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની (local Body Institutions) ચૂંટણીમાં ઓબીસી રિઝર્વેશનના અમલીકરણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઇ હતી. સુપ્રીમ કોર્ટે 19 જાન્યુઆરી 2022 ના દિવસે દેશના તમામ રાજ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી રિઝલ્ટ પ્રમાણ બેઠકનો પ્રકાર અને રોટેશન સંદર્ભે નવેસરથી એક કમિશન (OBC Commission) રચીને વસ્તીને આધારે માપદંડો નિયત કરવાના આદેશ Supreme Court judgment on OBC reservation કર્યા હતાં. જોકે તેના છ મહિના જેવો સમય વીત્યો હોવા છતાં પણ રાજ્ય સરકારે કોઈ પ્રકારની કાર્યવાહી કરી નથી. છેવટે રાજ્ય ચૂંટણી પંચ (State Election Commission ) 10 ટકા ઓબીસી (10 per cent seats reserved for OBC) રહેલી મહિલા અનામત (OBC Women Reserve Seat ) સહિતની તમામ બેઠકોને સામાન્ય બેઠક તરીકે વર્ગીકૃત કરીને ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ બાબતે ઈટીવી ભારતે રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય અધિકારી સંજય પ્રસાદ સાથે ટેલિફોનિક વાતચીત કરવાનો પ્રયાસ કર્યા હતો. પરંતુ સંજય પ્રસાદે ફોન રિસીવ કર્યો ન હતો.

આ પણ વાંચો - OBC સૌથી મોટી વોટબેન્ક, હવે રાજ્યો જ્ઞાતિ આધારિત સમીકરણો સેટ કરશે

ચૂંટણી આયોગે ચૂકાદાની કોપી કલેકટરોને મોકલી -ગુજરાતી ચૂંટણી પંચ (State Election Commission )દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Election of Gram Panchayats in Gujarat ) બાકી છે. તે ચૂંટણીઓ યોજવા માટેની નવેસરથી તૈયારીઓ કરીને સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચૂકાદો Supreme Court judgment on OBC reservation આપવામાં આવ્યો છે તે ચૂકાદાની કોપી પણ કલેક્ટરને મોકલી આપવામાં આવી છે, જેમાં 10 ટકા ઓબીસી રિઝર્વેશન (10 per cent seats reserved for OBC) લાગુ નહી કરવાની વાત પણ કરવામાં આવી છે. ચૂંટણી પંચે જે ચૂકાદાની કોપી સાથે મોકલી છે. તેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે પછાત વર્ગ પંચના અહેવાલની રાહ જોયા વગર જે તે સંસ્થા માટે ઓબીસી અનામત બેઠકોને (OBC reserved seats) સામાન્ય ગણી તાત્કાલિક અસરથી ચૂંટણી કાર્યક્રમ આપવાનું કહ્યું છે.

આ પણ વાંચો - OBC List : 127મું બંધારણ સુધારા બિલ રાજ્યસભામાં થયું પસાર

સરકારે ઓબીસી કમિશન રચ્યું નહીં - સુપ્રીમ કોર્ટના નિર્ણય Supreme Court judgment on OBC reservation બાદ જે તે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ઓબીસી કમિશન (OBC Commission)રચવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારે હજી સુધી ઓબીસી કમિશનની રચના કરી નથી. આમ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી જે બેઠકો ઓબીસીમાં હતી (10 per cent seats reserved for OBC) તે બેઠકો હવે સામાન્ય બેઠકો (OBC reserved seats) થશે અને જે બેઠકોમાં ઓબીસી મહિલા અનામત (OBC Women Reserve Seat )હતી તેવી બેઠકો સામાન્ય મહિલા અનામત તરીકે ગણવામાં આવશે.

3252 ગ્રામ પંચાયતની ચૂંટણી - રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની વાત કરવામાં આવે તો જુલાઈ 2022 સુધી જ્યાં મુદત પૂર્ણ થઈ રહી છે અથવા તો પ્રસંગોપાત બેઠકો ખાલી પડી છે તેવી 3252 ગ્રામ પંચાયતોમાં ઓબીસી અનામત (10 per cent seats reserved for OBC) વગર જ ચૂંટણી (3252 Gram Panchayat Elections) યોજાશે. આ નિર્ણય અલ્પકાલીન છે કે લાંબા સમયનો છે તે અંગે પણ હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી. જોકે આ નિર્ણયથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામત બેઠકોને કોઈ જ અસર થશે નહીં. ઉલ્લેખનીય છે કે પંચે (State Election Commission )અગાઉ ચૂંટણીઓ (Election of Gram Panchayats in Gujarat ) માટે આગામી સાત જુલાઈ સુધીમાં મતદારયાદીને આખરી કરવા માટે પણ કલેકટરોને આદેશ આપ્યાં છે.

Last Updated : Jul 5, 2022, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details