- Vibrant Gujarat Global Summit 2022ને લઇ ઓમિક્રોન વેરિયન્ટની ચિંતા
- Omicron variant ની રોકથામ માટે સરકાર સજ્જ
- તમામ પ્રવાસીઓને 14 દિવસક્વોરન્ટીનકરવામાં આવશે
- ડેલિગેશન બાબતે આરોગ્ય વિભાગ અને ઉદ્યોગ વિભાગ વચ્ચે સંકલન
- ગત વાઈબ્રન્ટમાં સાઉથ આફ્રિકા હતું પાર્ટનર કન્ટ્રી
ગાંધીનગર : વાઇબ્રન્ટ ગુજરાત 2019માં સાઉથ આફ્રિકા પાર્ટનર કન્ટ્રી તરીકે રહ્યું હતું. જ્યારે વાઇબ્રન્ટ ( Vibrant Gujarat Global Summit 2019)દરમિયાન ગુજરાત સરકારે મહાત્મા મંદિરમાં આફ્રિકા દિવસની (Africa Day) ઉજવણી પણ કરી હતી. જે માટે ખાસ વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે નવો ઓમિક્રોન વેરિયન્ટ (Omicron variant) હોવાના કારણે South Africa દ્વારા હજી સુધી સત્તાવાર રીતે પાર્ટનર કન્ટ્રી છે કે નહીં તે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં ( VGGS 2022) ફક્ત 5 જેટલા દેશો દ્વારા જ કન્ફર્મેશન પ્રાપ્ત થયું છે.
અમુક દેશો માટે Online આયોજન
રાજ્ય સરકારનાં સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જે દેશ વાઇબ્રન્ટ સમિટમાં ( Vibrant Gujarat Global Summit 2022)હાજરી આપી શકશે નહીં તે દેશ માટે રાજ્ય સરકાર દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો યુરોપ અને સાઉથ આફ્રિકાની (South Africa)આસપાસના દેશોમાં નવો ઓમિક્રોન વેરિયન્ટ (Omicron variant) છે ત્યારે આવા દેશો માટે રાજ્ય સરકાર Online આયોજન કરશે.