ગુજરાત

gujarat

ETV Bharat / city

શાળા પ્રવેશોત્સવમાં કેટલા વિદ્યાર્થીઓને શાળામાં મળ્યો પ્રવેશ, જૂઓ - શાળાઓમાં નવા ઓરડાનું લોકાર્પણ

સમગ્ર રાજ્યમાં 2 વર્ષ પછી 17મો શાળા પ્રવેશોત્સવ (Shala Praveshotsav 2022) યોજાયો હતો. ત્યારે આ કાર્યક્રમમાં 45 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ સહિત કુલ 1 કરોડ લોકોએ ભાગ લીધો હતો. તો આ વખતે પ્રવેશોત્સવ (Shala Praveshotsav 2022) અંતર્ગત કેટલા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મળ્યો છે. તે અંગે શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ માહિતી આપી હતી.

શાળા પ્રવેશોત્સવમાં કેટલા વિદ્યાર્થીઓને શાળામાં મળ્યો પ્રવેશ, જૂઓ
શાળા પ્રવેશોત્સવમાં કેટલા વિદ્યાર્થીઓને શાળામાં મળ્યો પ્રવેશ, જૂઓ

By

Published : Jun 29, 2022, 9:37 AM IST

ગાંધીનગરઃ કોરોના વૈશ્વિક મહામારીના કારણે રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષથી શાળા પ્રવેશોત્સવનું (Shala Praveshotsav 2022) આયોજન નહતું કર્યું. જોકે, આ વખતે 17મો શાળા પ્રવેશોત્સવ (Shala Praveshotsav 2022) અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં યોજાયો હતો. ત્યારે આ અંગે પ્રવક્તા શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani) જણાવ્યું હતું કે, રાજ્યની 30,000થી વધુ શાળાઓમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 45 લાખથી વધુ વિદ્યાર્થીઓ સહિત એક કરોડ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

1.58 લાખ છોડવાનું રોપણ

કેટલા વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ કર્યો - શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani) વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 23થી 25 જૂન દરમિયાન 17મો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ (Shala Praveshotsav 2022) યોજાયો હતો. તેમાં 5,72,202 વિદ્યાર્થીઓને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 1માં 2,80,478 દિકરીઓ તથા 2,91 912 દીકરાઓનું નામકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ જ ત્રણ દિવસમાં 1,059 કુમાર અને 716 કન્યા મળીને કુલ 1,775 દિવ્યાંગ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. જ્યારે 2,30,732 જેટલા ભૂલકાંઓને બાળમંદિર અને આંગણવાડીમાં પ્રવેશ પ્રાપ્ત થયો છે.

શાળા પ્રવેશોત્સવ અંગે શિક્ષણ પ્રધાને આપી માહિતી

આ પણ વાંચો-RTE Admission in Gujarat : RTE કાયદો છતાં મજૂર વર્ગના બાળકો પ્રવેશથી વંચિત કેમ ? જાણો

1.58 લાખ છોડવાનું રોપણ - શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani) વધુમાં જણાવ્યું હતું કે, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ (Shala Praveshotsav 2022) થઈને 5 લાખ જેટલા બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવમાં (Shala Praveshotsav 2022) હાજર રહેલા મહાનુભાવો દ્વારા રાજ્યની અલગ અલગ શાળાઓમાં કુલ 1,58,820 જેટલા વૃક્ષોનું પણ રોપણ કરવામાં આવ્યું છે. આમ, શાળા પ્રવેશોત્સવની સાથેસાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાખવામાં આવ્યો હતો.

શાળા પ્રવેશોત્સવ અંગે શિક્ષણ પ્રધાને આપી માહિતી

આ પણ વાંચો-Shala Praveshotsav 2022 : પૂર્વ શિક્ષણપ્રધાને ખાનગી શાળાઓના શિક્ષકો અંગે આપ્યું વિવાદિત નિવેદન

દાતાઓએ કર્યું દાન - રાજ્યની શાળાઓમાં સારા શિક્ષણ અને સુવિધાઓ પ્રાપ્ત થઈ રહે. તે માટે અનેક દાતાઓ દ્વારા દાન પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ શાળા પ્રવેશોત્સવ (Shala Praveshotsav 2022) દરમિયાન શિક્ષણને વધુ મજબૂત બનાવવાની રાજ્ય સરકારની મને સારો જ પ્રતિસાદ પણ મળ્યો છે. આ બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani) જણાવ્યું હતું કે, સ્થાનિક કક્ષાએ વધુ બાળકોને શાળામાં પ્રવેશ લે તે માટે દાતાઓ દ્વારા અવિરત લોક સહકાર અને દાન આપવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્યભરમાં સમાજના અગ્રણીઓ રોકડ 2.54 કરોડ રૂપિયા અને ચીજ વસ્તુઓ સ્વરૂપમાં 28.53 કરોડનું દાન આપ્યું છે. જ્યારે બનાસકાંઠાના કાશીપુરા ખાતે રૂપિયા 10 લાખની કિંમતની જમીનમાં પણ દાન આપવામાં આવ્યું છે.

494 ઓરડાઓનું લોકાર્પણ - વિધાનસભા શાળાઓમાં અને ઓરડા વગરની શાળાઓનો મુદ્દો વધુ વાગતો હોય છે. ત્યારે રાજ્ય સરકારે આ વખતે શાળા પ્રવેશોત્સવ (Shala Praveshotsav 2022) કાર્યક્રમ દરમિયાન કુલ 25 કરોડના ખર્ચે 494 નવનિર્મિત નવા ઓરડાનું લોકાર્પણ (Inauguration of new rooms in schools) કર્યું હતું. આ અંગે રાજ્યના શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ જાહેરાત કરી હતી. આ ઉપરાંત ત્રણ દિવસમાં રાજ્યભરમાં 2,364 શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા (Transportation facility in schools) પણ શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details