ગાંધીનગરઃ રાજ્યમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર (Std 12th Science Result) આવ્યા છે. કારણ કે, આવતીકાલે (ગુરુવારે) સવારે 10 વાગ્યે તેમનું પરિણામ જાહેર થશે. આ સાથે જ ગુજકેટનું પરિણામ પણ જાહેર થશે.
બંને પરિણામ પછી શરૂ થશે પ્રવેશ પ્રક્રિયા - ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે જ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ અને મેડીકલ લાઈનમાં જવા માટે ગુજકેટની પરીક્ષા (GUJCET Exam Result) આપતા હોય છે. ત્યારે આજે રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ (Std 12th Science Result) અને ગુજકેટની ફાઈનલ આન્સર કી પણ શિક્ષણ વિભાગની વેબસાઈટ ઉપર સત્તાવાર રીતે જાહેર કરી હતી. આમ, વિજ્ઞાન પ્રવાહના બંને પરિણામો બાદ એન્જિનિયરિંગ અને MBBS તથા મેડિકલની પ્રવેશ પ્રક્રિયા પણ ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે.
ફક્ત પરિણામ જ જાહેર થશે -શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ જ સોશિયલ મીડિયામાં સત્તાવાર (Jitu Vaghani tweet for Result) જાહેરાત કરી છે. ત્યારે હવે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ઓનલાઈન પરિણામ જ કાલે જાહેર કરાશે. જ્યારે સત્તાવાર રીતે વિદ્યાર્થીઓને જે માર્કશિટ શિક્ષણ વિભાગ બોર્ડ દ્વારા આપવામાં આવતી હોય છે. તે માર્કશીટ ગણતરીના દિવસો બાદ વિદ્યાર્થીઓને પોતાની શાળા મારફતે માર્કશીટ આપવામાં આવશે.