ગુજરાત

gujarat

ETV Bharat / city

8 દિવસ બાદ ડોક્ટરોની હડતાલ રદ્દ, સરકાર અને રેસિડેન્ટ ડોક્ટર વચ્ચે થયું સમાધાન - Minister of Health

રાજ્યમાં છેલ્લા નવ દિવસથી રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર હતા અને તેઓને અન્ય એટલે કે, જુનિયર ડોક્ટરો તથા પ્રથમ વર્ષના ડોક્ટરો પણ તેઓને ટેકો આપી રહ્યા હતા, જ્યારે આરોગ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા સૂચના આપી અને બેઠક મળી હતી. જે બાદ ડૉક્ટરોએ હડતાળ પરત ખેંચી હતી.

8 દિવસ બાદ ડોક્ટરોની હડતાલ રદ્દ, સરકાર અને રેસિડેન્ટ ડોક્ટર વચ્ચે થયું સમાધાન
8 દિવસ બાદ ડોક્ટરોની હડતાલ રદ્દ, સરકાર અને રેસિડેન્ટ ડોક્ટર વચ્ચે થયું સમાધાન

By

Published : Aug 13, 2021, 12:44 PM IST

  • રાજ્યમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ સમેટાઈ
  • આરોગ્ય કમિશ્નર અને અધિક સચિવ સાથે બેઠક કર્યા બાદ લેવાયો નિર્ણય
  • સરકારે મોડી રાત્રે પરિપત્ર કર્યો જાહેર
  • ડોકટરોને હોસ્ટેલ ખાલી કરવાના આદેશો પરત ખેંચાયા

ગાંધીનગર:રાજ્યમાં છેલ્લા નવ દિવસથી રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર હતા અને તેઓને અન્ય એટલે કે, જુનિયર ડોક્ટરો તથા પ્રથમ વર્ષના ડોક્ટરો પણ તેઓને ટેકો આપી રહ્યા હતા, ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે પણ ડોક્ટરે પોતાની કારકિર્દી જોમમાં ન નાખવાની સલાહ આપવામાં આવી હતી. તેમ છતાં પણ રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા હડતાળ યથાવત રાખવામાં આવી હતી પરંતુ અચાનક જ રાજ્ય સરકાર સાથે મળેલી બેઠકમાં ડૉક્ટરોએ હડતાળ પરત ખેંચી છે.જ્યારે સરકારે પણ ડોક્ટરની અમુક સગત માનીને જાહેરમાં પરિપત્ર બહાર પાડ્યો છે.

આ પણ વાંચો:વડોદરાની SSG હોસ્પિટલમાં દર્દીનું ઓપરેશન, ડોક્ટરો હડતાલ પર

સરકારે બહાર પડેલા પરિપત્રની જોગવાઈઓ

કોનાથી વિશ્વવ્યાપી મહામારીના અસાધારણ સંજોગોને ધ્યાનમાં લઈને સંભવિત બીજી લહેરને પહોંચી વળવા માટે ખાસ કિસ્સામાં રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાંથી વર્ષ 2021 માં અનુસ્નાતક અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલા ડિગ્રી અને ડિપ્લોમાં બોન્ડેડ ઉમેદવારોને ચાલુ વર્ષમાં તેઓ દ્વારા કરવામાં આવતી રેસીડેન્સીના એક વર્ષના સમયગાળાને બોન્ડની સેવા ગણીને બોન્ડમાંથી 1:1 મજરે મજરે આપવામાં આવશે અને બોન્ડની શરતોને આધીન DH, SDH,CHC મહાદેવ સ્ટેશન કરવામાં આવશે. જ્યારે આ ડેપ્યુટેશન માટે મળવાપાત્ર સ્ટાઈપેન્ડ શિવાય અન્ય કોઈ જથ્થાઓ મળવાપાત્ર રહેશે નહીં.

આ પણ વાંચો:ભાવનગરની સરટી હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાલ 2 દિવસમાં સમેટાઈ

1.બોન્ડેડ ઉમેદવારોએ તેઓએ આપેલ મૂળ બોન્ડ અન્વયે અન્યથા વિકલ્પ થી આપેલ નવા બોન્ડની શરતો મુજબ ના સમય ગાળા ની સેવા પૂર્ણ કરવાની રહેશે.

2.આ આ છૂટછાટ કોરોના ને વિશ્વ વ્યાપી મહાકાળીના અસાધારણ સંજોગોને ધ્યાનમાં લઈને માત્ર વર્ષ 2021ના વર્ષમાં અનુસ્નાતક અભ્યાસક્રમ પૂર્ણ કરનાર ડિગ્રી અને ડિપ્લોમા બોન્ડ ઉમેદવારો પૂરતી જ માન્ય ગણવામાં આવશે.

3.જે તે ઉમેદવારોના બાકી UG બોર્ડના કિસ્સામાં તેઓએ UG બોર્ડ ની સેવા અથવા તો બોન્ડની રકમ અલગથી આપવાની રહેશે

4.સિનિયર રેસીડેન્સી માટેની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે

5.બોન્ડની અન્ય શરતો યથાવત રાખવામાં આવશે

6. રેસિડેન્ટ ડોક્ટરોની તાજેતરની હડતાલ દરમિયાન હોસ્ટેલ ખાલી કરવાના કરેલ આદેશ પણ રાજ્ય આરોગય વિભાગ દ્વારા પરત ખેંચવામાં આવ્યા હોવાનું પણ પરિપત્ર માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અંતે હડતાલ સમેટાઈ

અંતે છેલ્લા આઠ દિવસથી રાજ્ય સરકાર અને રેસીડેન્સી ડોક્ટરો વચ્ચે ચાલતી માથાકૂટ અને ડોકટરોની હડતાલ ૧૨ ઓગસ્ટના મોડી સાંજે સમેટાઇ હતી અને મોડી રાત્રે રાજ્ય સરકારે પરિપત્ર કરીને જુનિયર ડૉકટર એસોસિયેશન બી.જે. મેડિકલ કોલેજના પ્રમુખને પરિપત્ર મોકલીને સરકારે લીધેલા નિર્ણયો ની જાણ કરી હતી. આમ સંભવિત કુદરતી ત્રીજી લહેર માં કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને ત્યારે તેને ધ્યાનમાં લઈને પણ રાજ્ય સરકારે ડોક્ટરો સાથે મડાગાંઠ ઉકેલાઇ છે..

ABOUT THE AUTHOR

...view details