ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના વાઇરસના કેસ સદી વટાવી ચૂક્યાં છે. પાટનગરમાં પ્રથમ કેસ ગત 18 માર્ચના રોજ સેક્ટર 29માં આવ્યો હતો. ત્યારબાદ હાલમાં માત્ર બે જ સેક્ટર એવા છે, જ્યાં કોરોના વાઇરસ પ્રવેશી શક્યો નથી. કેસ સામે આવતાંની સાથે જ પાલિકાના તંત્ર દ્વારા તે વિસ્તારને ક્વોરન્ટીન જાહેર કરી દેવામાં આવતો હતો. ત્યાર બાદ દર્દી ઘરે આવે તેના 28 દિવસ બાદ તે વિસ્તાર ફ્રી જાહેર થતો હતો. પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા હવે આ બાબતે વ્હાલાંદવલાંની નીતિ અપનાવવામાં આવી રહી છે, તેને લઈને નાગરિકોમાં મોટા પ્રમાણમાં રોષ જોવા મળી રહ્યો છે.
ક્વોરન્ટીન વિસ્તાર બનાવવામાં ગાંધીનગર મહાપાલિકાની વ્હાલા-દવલાની નીતિ? - ક્વોરન્ટીન વિસ્તાર
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના વાઇરસના કેસ સદી વટાવી ચૂક્યાં છે. કેસ સામે આવતાં તે વિસ્તારને ક્વોરન્ટીન જાહેર કરી દર્દી ઘરે આવે તેના 28 દિવસ બાદ તે વિસ્તાર ફ્રી જાહેર થતો હતો. પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા હવે આ બાબતે વ્હાલાંદવલાંની નીતિ અપનાવવામાં આવી રહી છે, તેને લઈને નાગરિકોમાં મોટા પ્રમાણમાં રોષ જોવા મળી રહ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મહાપાલિકાનું બિલ્ડિંગ ફાયર સ્ટેશનની અંદર બની રહ્યું છે. ત્યારે તેની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે તે વિસ્તારને મુક્ત કરી દેવામાં આવ્યો છે. જ્યારે સેક્ટર-21માં પણ ફૂટપાથ સહિતની કામગીરી શરૂ કરવામાં અડચણ ઉભી ન થાય તે માટે તે વિસ્તારમાં પણ આ જ રીતની નીતિ અપનાવાઈ છે. મહત્વની બાબત એ છે કે, ગાંધીનગર શહેરમાં હાલમાં પણ અનેક સેક્ટરને કોરેન્ટાઇન જાહેર કરાયાં છે. જ્યાં રહેતા નગરજનો પોતાના મકાનમાં કેદ વસવાટ કરી રહ્યાં છૅ. ત્યારે આ બાબતે આગામી સમયમાં રોષ ફાટી નીકળે તેવી દહેશત જોવા મળી રહી છે.