ગુજરાત

gujarat

ETV Bharat / city

ભારતમાં 6 કરોડ અને રાજ્યમાં 60 લાખ લોકોને ડાયાબિટીસ - અંધાપો આવવાનું મુહત્વનું કારણ

ગાંધીનગરઃ દેશ અને દુનિયાના લોકોની રહેણી કહેણી બદલાઈ રહી છે. પરિણામે લોકો નવા નવા રોગોમાં સપડાઇ રહ્યા છે. જંકફૂડ ખાવાના કારણે મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યું છે, તેવી જ રીતે ડાયાબિટીસના કારણે લોકો અંધત્વ તરફ ધકેલાઈ રહ્યા છે. હાલની સ્થિતિએ જોઈએ તો શહેરી વિસ્તારના 30 ટકા અને ગ્રામ્ય વિસ્તારના 50 ટકા લોકો નિયમિત રીતે આંખની તપાસ નહીં કરવાના કારણે પોતાના જીવનને અંધકાર તરફ લઈ જઈ રહ્યા છે.

ગુજરાતમાં 60 લાખ લોકોને ડાયાબિટીસ

By

Published : Nov 13, 2019, 5:01 PM IST

રંગીન દુનિયાને અંધકાર મય કરવા માટે મુખ્યત્વે ડાયાબિટીસ ભાગ ભજવે છે. જે વ્યક્તિને ડાયાબિટીસ હોય તેને મોતિયો કે ઝામર થવાની શક્યતાઓ વધી જાય છે. લાંબા સમય સુધી લોહીમાં ગ્લુકોઝનું ઊંચુ પ્રમાણ આંખમાં રહેલી સૂક્ષ્મ રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડી શકે છે અને તે ડાયાબિટીશ રેટીનોપથીના નામથી સ્થિતિ સર્જી શકે છે. ડાયાબિટીસ પછી વ્યક્તિઓ માટે અંધાપા માટેનું કારણ છે. વિશ્વમાં 425 મિલિયન કરતાં વધુ લોકોને ડાયાબિટીસની બીમારી છે. ભારતમાં 6 કરોડ લોકો આ રોગથી પીડાઇ રહ્યા છે, જેમાં 10 ટકા એટલે કે 60 લાખ દર્દીઓ એકલા ગુજરાતમાં છે. આ તમામ દર્દીઓને અંધાપો આવી શકે છે.

ગુજરાતમાં 60 લાખ લોકોને ડાયાબિટીસ

તેજલ દલાલે કહ્યું કે, આંખ ચાલી જવા પાછળનું મુખ્ય કારણ ડાયાબિટીસ છે. પરંતુ, જો તેને સમયસર આપણે ચેક કરાવતા રહીએ તો અંધાપામાંથી મૂક્તિ મળી શકે છે. 40થી 60 વર્ષના લોકોને આ સમસ્યા વધારે થઈ શકે છે. ગાંધીનગર જિલ્લામાં આંખની તપાસમાં નંબર, મોતિયો, પડદાની તકલીફ, ઝાંખપ, જામર, કીકીની બીમારી વિશેષ પ્રમાણમાં જોવા મળી રહી છે.

તણાવના કારણે ડાયાબિટીસ થઈ શકે છે અને ડાયાબિટીસના કારણે દ્રષ્ટિ ગુમાવી પડે છે, ત્યારે રાજ્યમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોને વિનામૂલ્યે આંખની તપાસ કરવા માટેનું પણ નક્કી કરવામાં આવ્યું છે. તે બાબતોની પોલીસ અધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ ગઈ છે, ત્યારે રાજ્યના કોઇપણ પોલીસ કર્મચારી અને તેનો પરિવાર આ બાબતની તપાસ કરાવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details