ગુજરાત

gujarat

ETV Bharat / city

BSFની ભરતીમાં 15 ઉમેદવારો ડમી નીકળ્યાં, તમામ સામે ફરીયાદ નોંધાઇ

ગાંધીનગર: શહેરના ચિલોડા BSF કેમ્પસ ખાતે 13 ઓગસ્ટના રોજ ભરતી માટેની ફિઝિકલ ટેસ્ટ યોજાઈ હતી. સાડા ત્રણસો જેટલા ઉમેદવારોમાંથી 15 જેટલા ઉમેદવારોના ફિંગરપ્રિન્ટ લેતા તેમને લેખિત સમયે આપેલા ફિંગરપ્રિન્ટથી મેચ થતા ન હતા. જેને પગલે તમામ વિરૂદ્ધ ચિલોડા પોલીસ સ્ટેશનમાં ભરતીમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે. મનજીતસિંગ મનમોહનસિંગ (53 વર્ષ, રહે-જોટાણા, મહેસાણા) 154 બટાલીયન બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કમાન્ડર તરીકે ફરજ બજાવે છે.

By

Published : Aug 16, 2019, 11:27 PM IST

candidates

હાલ કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી ભરતી બોર્ડમાં પ્રિસાઈડીંગ ઓફિસર તરીકે ગાંધીનગર આવ્યા છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ લેખિત અને ફિઝિકલ પરીક્ષા સમયે લેવાયેલ ફિંગરપ્રિન્ટ અને ફોટો મેચ ન થયા હોય તેવા 15 ઉમેદવારોને અલગ બેસાડાયા હતા. તમામની અલગ-અલગ પૂછપરછ કરતાં તેઓએ ભરતી પ્રક્રિયામાં પાસ થવા પોતાના સ્થાને બીજાને લેખીત પરીક્ષામાં બેસાડ્યો હોવાનું કહ્યું હતું. જેને પગલે તમામ સામે આઈપીસીની કલમ 406, 420 અને 114 મુજબ ગુનો નોંધાયો છે.

BSFની ભરતીમાં 15 ઉમેદવારો ડમી નીકળ્યાં, તમામ સામે ફરીયાદ નોંધાઇ
  • સુનિલ રામઅવતાર રાવત, ભોયણ, ડીસા
  • હકમુદ્દીન ખુશીલાખઆન મુસ્લીમ, શીહોણા પોસ્ટ , અલવર
  • રાહુલ મોકમસીંગ જાટ, માનોતાકલા, અવલર
  • રાહુલ મહેશચંદ જાટ, મોટીડુંગરી, અલવર
  • જગવીર શ્રીમાન ગુર્જર, ચાંદપુર, અલવર
  • મહેશ નંદરામ જાટ, ઈન્દીરા કોલોની, અલવર
  • પુષ્પેન્દ્રસિંહ શિયારામ ગુર્જર, તેલમંડી, અલવર
  • સોકીલ કમરુદીન ફકીર, અલવર
  • અતુલ મદનમોહન શર્મા, જાવલી, અલવર
  • ઘનેશ ભગવાનસીંગ ગૂર્જર, નંદવાઈ, ભરતપુર
  • યોગેશ દિવાનસિંગ જાટ, જગીના, ભરતપુર
  • ધરમવીર શ્રીરામ ગૂર્જર, નાગલસોઢા, હરીયાણા
  • વિરેન્દ્રસિંહ ભોલારામ યાદવ, દતાલ, હરીયાણા
  • હંસરાજ જગદિશ ગુર્જર, મોસૈરીલતા, હરીયાણા
  • મોહિદ નિરંજના જાટ, લાલપુર, મથુરા


ઉમેદવારોની કબૂલાત બાદ BSF દ્વારા 14 લોકોને ચિલોડા પોલીસ સ્ટેશન રજૂ કરાયા હતા. જોકે, બનાસકાંઠામાં ડીસાના ભોયણના સુનિલ રામઅવતાર રાવત ભાગી છૂટવામાં સફળ થયો હતો. જેની પોલીસે શોધખોળ આદરી છે.

ABOUT THE AUTHOR

...view details