ગુજરાત

gujarat

ETV Bharat / city

નકલી IAS અધિકારીઓ બનાવી કરોડની છેતરપિંડી, ખાનગી ચેનલનો સંચાલક ઝડપાયો - લેન્ડ ગ્રેબિંગ

ગાંધીનગર સરગાસણ ખાતે ઓફિસ પચાવી પાડવાના મામલે ખાનગી ચેનલ ચલાવતા વિજયસિંહ ટાંકની ગાંધીનગર LCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેમાં અન્ય એક ફરિયાદ થતા છેતરપિંડીનો નવો ફણગો ફૂટ્યો છે. ટાંકે નકલી IAS ઉભા કરી વડોદરાના જમીન દલાલ પાસેથી 4.3 કરોડની છેતરપિંડી કરી હતી.

નકલી IAS અધિકારીઓ બનાવી કરોડની છેતરપિંડી
નકલી IAS અધિકારીઓ બનાવી કરોડની છેતરપિંડી

By

Published : Jul 22, 2021, 5:44 PM IST

  • લેન્ડ ગ્રેબિંગ, અપહરણમાં ફસાયેલા આરોપીઓના નામે વધુ એક મોટી છેતરપિંડી
  • કૈલાસનાથન અને અલોરિયા જેવા ઉચ્ચ અધિકારીઓનું નામ આપી છેતરપિંડી
  • વડોદરાના જમીન દલાલ સાથે કરી કરોડોની છેતરપિંડી

ગાંધીનગર :અનેક પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા વિજયસિંહ ટાંકને સરગાસણમાં ઓફિસ પચાવી પાડતા મામલે લેન્ડ ગ્રેબિંગ કમિટીએ ગુનો દાખલ કરવા મંજૂરી આપી હતી. જે બાદ ગાંધીનગર LCBએ તેના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને તેને સેન્ટ્રલ જેલમાં અત્યારે ધકેલી દેવામાં આવ્યો છે, પરંતુ તાજેતરમાં તેના વિરુદ્ધ વધુ એક 4.3 કરોડની છેતરપિંડીની ફરિયાદ પણ દાખલ થઇ છે. જેમાં તેના મળતિયાઓ સાથે મળી નકલી IAS બનાવી વડોદરાના અનિલ પટેલ સાથે ચાર મહિનામાં 4.3 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ પહેલા પણ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 7 જેટલા ગુનાઓમાં ટાંક સંડોવાયેલો છે.

આ પણ વાંચો:SOUના પ્રવાસીઓને ટ્રાવેલ્સ એજન્સી દ્વારા ફરી છેતરવાનો પર્દાફાશ

IAS તરીકે ઓળખ આપી

વડોદરાના જમીન દલાલ કૈલાસનાથન અને અલોરિયા જેવા IAS સાથે પોતાનું સેટિંગ છે તેવું ખોટું બોલતો હતો. જમીન દલાલ તેમને મળવાનું કહેતા તો તે અન્ય નકલી સૂટ પહેરેલા IASને ઉભા કરી દેતો હતો. વડોદરાના અનિલ પટેલે 1976ના અર્બન લેન્ડ સિલિંગ એક્ટ હેઠળ સરકારની જમીન ક્લિયર કરવા માટેના કેટલાક સોદા કર્યા હતા, આ જમીન ક્લિયર થતી નહોતી જેથી ટાંકની મદદ લીધી. ટાંક નકલી IAS ઉભા કરી તેની પાસેથી પૈસા પડાવતો હતો. આમ, ચાર મહિનામાં 4.3 કરોડ રકમ પડાવી પાડ્યા હતા.

આ પણ વાંચો:200થી વધુ ફેક વેબસાઈટના આધારે લોકો સાથે કરોડોની છેતરપિંડી, વિદેશી ઝડપાયો

રેવન્યુ વિભાગનો લેટર મળતા ભાંડો ફૂટ્યો

જમીન લેતી દેતી સાથે જોડાયેલા અનિલ પટેલને રેવન્યુ વિભાગમાંથી લેટર મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે જે તે જમીન હવે સરકારી રેકોર્ડનો ભાગ નથી. જેને લઈને તેઓ અર્બન લેન્ડ સિલિંગ ઓફિસ ગયા હતા. જ્યાંથી જાણવા મળ્યું કે, જમીન ક્લીયર કરવાની વાત આ લેટરમાં કરવામાં આવી છે. એ અરજીને હાલમાં જ સરકારે નકારી કાઢી છે. જે બાદ તેને છેતરપિંડીમાં ખ્યાલ આવ્યો અને ટાંકને ફોન કર્યો તો તેને સંપર્ક તોડી નાખ્યો હતો. આ પ્રકારની છેતરપિંડી સુરતના વકીલ સાથે પણ કરી હતી. જેથી તેમને ઇન્ફોસિટીમાં ફરિયાદ દાખલ કરી હતી. વિજય ટાંકના રિમાન્ડ મેળવી નકલી IAS અધિકારી બનનાર શખ્સોને પણ પકડવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details