ગુજરાત

gujarat

ETV Bharat / city

Cow nutrition scheme: પાંજરાપોળની સ્થિતિ અને રખડતા ઢોરના પ્રશ્નને વાચા આપતો વિશેષ અહેવાલ - Municipal grant

રાજ્ય સરકારે પ્રથમ વખત તેના સામાન્ય અંદાજપત્રમાં ગૌશાળા અને પાંજરાપોળની જાળવણીની જાહેરાત કરી હોય તેવું જોવા મળ્યું છે. ETV Bharat દ્વારા જૂનાગઢ, રાજકોટ, સુરત, કચ્છ, ભાવનગર અને વડોદરામાં પાંજરાપોળની જાળવણીની સ્થિતિ (Cage maintenance condition) અને શહેરમાં રખડતા ઢોરના પ્રશ્નને જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Cow nutrition scheme: પાંજરાપોળની સ્થતિ અને રખડતા ઢોરના પ્રશ્નને જાણવાતો ETV Bharatનો એક વિશેષ અહેવાલ
Cow nutrition scheme: પાંજરાપોળની સ્થતિ અને રખડતા ઢોરના પ્રશ્નને જાણવાતો ETV Bharatનો એક વિશેષ અહેવાલ

By

Published : Mar 5, 2022, 5:15 PM IST

ગાંધીનગર: રાજ્ય સરકારે વર્ષ 2022-23ના સામાન્ય અંદાજપત્રમાં નાણા પ્રધાન (Minister of Finance)કનુભાઈ દેસાઈએ ચૂંટણીના વર્ષમાં પ્રથમ વખત રખડતા ઢોર અને ગૌશાળા તેમજ ગાય માતાના પોષણને લઈને 500 કરોડ રૂપિયાની યોજના જાહેર કરી હતી.રાજ્યમાં આવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા હજારોની સંખ્યામાં ગાયો અને મૂંગા પ્રાણીઓની ગૌશાળા અને પાંજરાપોળમાં સાવે થઈ રહી છે. ગૌશાળા અને પાંજરાપોળની નિભાવ અને જાળવણી માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરુ કરવામા આવી છે. રાજ્ય સરકારે પ્રથમ વખત તેના સામાન્ય અંદાજપત્રમાં ગૌશાળા અને પાંજરાપોળની જાળવણીની જાહેરાત કરી હોય તેવું જોવા મળ્યું છે. સમગ્ર મામલાને લઈને ETV Bharat જૂનાગઢ, રાજકોટ, સુરત, કચ્છ, ભાવનગર અને વડોદરામાં પાંજરાપોળની જાળવણીની સ્થતિ અને શહેરમાં રખડતા ઢોરના પ્રશ્નને જાણવાનો ETV Bharatએ એક પ્રયાસ કર્યો છે.

Cow nutrition scheme

ગૌશાળા અને ગૌવંશને પોષણયુક્ત બનાવી શકાય તે માટે ખૂબ મહત્વપૂર્ણ કહી શકાય તેવી 500 કરોડની યોજના બનાવવાનું સરકારે મન બનાવી લીધું છે. વાસ્તવિક દ્રષ્ટિએ આ યોજના અમલમાં આવે તો તમામ શહેરોને રખડતા ઢોરના (The question of stray cattle)ત્રાસ માંથી મુક્તિ મળી શકે છે તેમ છે અને સાથે સાથે ગૌવંશને પણ પોષણયુક્ત બનાવવા માટે આ યોજના ખૂબ કારગર નીવડી શકે છે. આ ગૌશાળા અને પાંજરાપોળની જાળવણીની યોજના સંપૂર્ણપણે થશે નહીં. આ યોજના (Mukhyamantri Gaumata Poshan Yojana)પાછળ આયોજન કરેલા 500 કરોડ રૂપિયાનો વ્યય થશે અને શહેરી જનોને રખડતા ઢોરનો જે ત્રાસ છે તે સમસ્યા જેમની તેમ જોવા મળશે એવી શંકાઓ જૂનાગઢ, રાજકોટ, સુરત, કચ્છ, ભાવનગર અને વડોદરાના રહેવાસીઓએ વ્યક્ત કરી છે.

જૂનાગઢ રહેવાસીઓએ કરેલી આશંકાઓ

જૂનાગઢ લોકો એવું માની રહ્યા છે કે ચૂંટણીના વર્ષમાં રાજ્ય સરકાર તેમના પાઈદળીયાઓને સાચવવા માટે આ પ્રકારની યોજના લાવી છે. પરંતુ તેનો અમલ સંપૂર્ણપણે થશે નહીં યોજના પાછળ આયોજન કરેલા 500 કરોડ રૂપિયાનો વ્યય થશે અને શહેરી જનોને રખડતા ઢોરનો જે ત્રાસ છે તે સમસ્યા જેમની તેમ જોવા મળશે એવી શંકાઓ વ્યક્ત કરી છે. આ યોજનાનો અમલ અને આ યોજનાથી રખડતા ઢોરના ત્રાસ માંથી શહેરીજનોને કેટલી હદે મુશ્કેલીઓનું નિવારણ થશે તેને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે.

રાજકોટવાસીઓએ કરેલા પ્રશ્નો

રાજ્ય સરકાર દ્વારા પાંજરાપોળ માટે રૂ.500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે મામલે રાજકોટ ગૌરક્ષક અને માલધારી સમાજના અગ્રણી રણજીત મૂંધવાએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે ગત વર્ષે પણ સરકાર દ્વારા પાંજરાપોળ માટે બજેટમાં (Gujarat Budget 2022)નાણાંની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ આ ફાળવણી માત્ર કાગળ પર રહેતી હોવાનું સામે આવ્યું છે. હાલમાં આપણે જોઈએ છીએ પાંજરાપોળની પરિસ્થિતિ ખૂબ જ દયનિય છે. જ્યારે સૌ પ્રથમ સરકારે પાંજરાપોળના રીનોવેશન (Cage renovation)માટે ગ્રાન્ટની ફાળવણી કરવી જોઈએ પણ આ વખતે આ ફાળવણી કાગળ પર રહેશે (This allotment will be on paper)કે ખરેખર થશે એ એક સવાલ છે.

મૂંધવાએ વધુમાં જણાવ્યું હતું કે ગાયનો દૈનિક નિભાવ ખર્ચ અત્યારે રૂ.250થી 300 સુધીનો છે. જ્યારે સરકારે અગાઉ પણ જાહેરાત કરી હતી કે પશુઓનો નિભાવ ખર્ચ સરકાર આપશે જ્યારે આજ સુધી સરકારે ક્યાંય નિભાવ ખર્ચ આપ્યો હોય તેવું દેખાયું નથી. એની સામે દરરોજ ગાયને 2 મણ નિણ અને 100 રૂપિયાનું ખોળ જરૂરી છે. જેની સામે આ બજેટલમાં કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણમાં ખૂબ જ ઓછી છે.

ગૌશાળા અને પાંજરાપોળની જાળવણીની યોજના

સુરતના લોકોના રખડતા ઢોરને લગતા સવાલો

સ્માર્ટ સુરત શહેરમાં (Smart Surat City)રખડતા ઢોરની સમસ્યાને કારણે લોકો હંમેશા મુશ્કેલીમાં મુકાતા હોય છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજના શરૂ કરવામાં આવી છે. ગૌસેવા કરનારા ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં પાંજરાપોળ માટે દાતાઓની અછત સર્જાઈ હતી. જેના કારણે તેની સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઇ હતી. સરકારની આ યોજનાના કારણે ખૂબ જ લાભ થશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મહાનગર પાલિકાની હદ વિસ્તારમાં જેટલી પાંજરાપોળની અન્ય જગ્યાઓ છે જે ખાલી પડેલી છે ત્યાં નિયમ મુજબ વધુ પશુઓ ન રાખી શકાય તો એવી જગ્યાઓના વેચાણ કરવાની પરવાનગી સરકાર આપે, જેથી આર્થિક ઉપાર્જન થઈ શકશે. જેના કારણે પાંજરાપોળની સંભાળ સારી રીતે કરી શકાય.

ગૌશાળા અને પાંજરાપોળની જાળવણીની જાહેરાત કરી

આ યોજના અંગે કચ્છના લોકોએ પ્રશ્ન ઉઠાવ્યા

ETV ભારત સાથેની મુલાકાતમાં, કચ્છની સૌથી મોટી ગૌશાળા, સંત વલરામજી મહારાજ પાંજરાપોળના ટ્રસ્ટી કૈલાશ ગોસ્વામીએ ટિપ્પણી કરી હતી કે ગૌશાળાઓ અને પાંજરાપોળ એ ગૌવંશના માર્ગે મુસાફરી કરે છે. આ પ્રકારની સંસ્થાઓ તેમને મદદ કરવા માટે કામ કરી રહી છે. કોરોના યુગ દરમિયાન, આવા જૂથોએ ભંડોળ મેળવવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે ઘણી નવી સમસ્યાઓ ઊભી થઈ હતી.

કોરોના યુગમાં ગૌશાળામાં નવા ગૌવંશ રાખવાનો સમય આવ્યો ત્યારે ગૌશાળા ચલાવતી સંસ્થાઓએ (Institutions running Gaushala) સરકારને નિવેદનો આપતાં સંસ્થા એકદમ સતર્ક રહી હતી. જિલ્લા અને રાજ્ય સ્તરે ગૌસેવા જૂથોએ પણ સરકારને ગરીબ ગૌેશને મદદ કરવા જણાવ્યું છે. તે સિવાય, નાણાપ્રધાને હાઇવે પર રખડતા પ્રાણીઓની સમસ્યાને ઉકેલવા માટે 100 કરોડ રૂપિયાની ફાળવણીની દરખાસ્ત કરી હતી. આ પસંદગીઓ તદ્દન પ્રશંસનીય છે. આ નિવેદનના પરિણામે તમામ ગાય પ્રેમીઓને ગપસપ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

આ પણ વાંચો:Gaumata Poshan Yojana: યોજના તો બને છે એક પણ રૂપિયો નથી મળતો, જૂનાગઢના ગૌશાળા સંચાલકોનો આક્રોશ

ભાવનગરના લોકોના સવાલો

ભાવનગર શહેરમાં 25 વર્ષમાં ઢોર સમસ્યા હલ થઈ નથી અને સરકાર કરોડો ગૌ માટે કરોડો જાહેર કરી રહી છે. વિપક્ષે કટાક્ષ કર્યો છે કે શાસકો જગ્યા આપે તો કોંગ્રેસ પાંજરાપોળ ચલાવશે પણ આ લોકોની નીતિ નથી. શહેરમાં હવે ઢોર પાછળ કરોડો ખર્ચવા લાગ્યા છે. પચ્ચીસ વર્ષમાં ઢોર સમસ્યા ત્યાંની ત્યાં છે અને નિર્દોષના જીવ જઇ રહ્યા છે. ગુજરાત સરકારમાં ગૌ સેવા માટે ફાળવાયેલી રકમ મહાનગરપાલિકા માટે કોઈ મહત્વની રહેતી નથી. ભાવનગરમાં 25 વર્ષના ભાજપના શાસનમાં ઢોર સમસ્યા ત્યાંની ત્યાં છે પરંતુ મહાનગરપાલિકા ઢોર પાછળ કરોડો ખર્ચ કરતી થઈ ગઈ છે પણ સમસ્યાનું નિરાકરણ કર્યું નથી.

હાલમાં પરિસ્થિતિ વિશે કીર્તિબેન દાણીધરીયા મેયરે જણાવ્યું હતું કે હાલમાં રોજના 12 જેટલા ઢોર પકડવાની ક્ષમતા છે તે પકડવામાં આવે છે. બે ઢોર ડબ્બા બનાવવામાં આવ્યા છે જેમાં 1300 ઢોર છે જેનો મહિને ખર્ચ 20 લાખ થઈ રહ્યો છે. આ સિવાય ઢોરમાં ચિપ ડીવાઇઝ લગાવાઈ રહ્યું છે જેથી તે ઢોર કેટલી વાર ઝડપાયું તેની માહિતી રાખી બાદમાં કાર્યવાહી કરી શકાય. મહાનગરપાલિકા સ્વ ખર્ચે ઢોરનો નિભાવ ખર્ચ ભોગવે છે.

ભાવનગરમાં ઢોર પકડવામાં આવે છે અને બાદમાં શુ કાર્યવાહી થઈ તેની કોઈને ખબર પડતી નથી. લોકોને ઢોર પકડવાની ચાલતી કામગીરી વચ્ચે ઢોર ઓછા થયા હોય તેવો પ્રત્યક્ષ અનુભવ થયો નથી. વિપક્ષના કોગ્રેસના શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ ETV Bharatની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પાંજરાપોળ છે પણ આ સરકારની નીતિ નથી તેને રાખવાની. શહેરમાં ઢોર ઓછા થયા નહિ કારણ કે એક વિસ્તારમાંથી પકડીને બીજા વિસ્તારમાં છોડી દે છે. પાંજરાપોળને તો નિભાવ ખર્ચ આપવો જોઈએ પણ મહાનગરપાલિકાને પણ ગ્રાન્ટ (Municipal grant) આપવી જોઈએ આ લોકોની નીતિ નથી. ભાજપના પૂર્વ મેયરનું મૃત્યુ નિરાધાર અને રખડતા પશુઓથી થયું છે અનેક લોકોના મૃત્યુ આમજ થયા છે.

ભાવનગર શહેરની ઢોર સમસ્યામાં કારણો જોઈએ તો જાહેરમાં નાખવામાં આવતા દાન પુણ્ય ના નામના ઘાસચારા છે. આ સિવાય માલધારી સમાજના ઢોર પણ બહાર ફરે છે. ઢોરમાં આખલાઓની સંખ્યા પણ વધુ જોવા મળે છે. ઘરે ઘરે વધેલા ભોજનનો ફેંકાયેલો હિસ્સો આરોગવા ઢોર દિવસ દરમ્યાન ફરે છે અને બાદમાં માખી મચ્છરથી કંટાળીને બારેમાસ રસ્તા પર બેસી રહે છે. પાંજરાપોળ જિલ્લાની સમઢીયાળા ગામની સૌથી મોટી છે પણ ત્યાં પણ ઢોરનો ભરાવો થયો છે. પાંજરાપોળને સીધા પૈસા ગાયોના બનાવેલા બોર્ડ મારફત આપવામાં આવે છે. માલધારીઓના ઢોર પકડ્યા બાદ છોડવાના સમય આવે છે. આથી પતિસ્થિતિમાં કોઈ સુધારો આવતો નથી. શુ હવે તેમા કોઈ ફેરફાર જોવા મળશે તે લોકોના મનમાં પ્રશ્નાર્થ છે.

વડોદરાના લોકોની મુશ્કેલીઓ

પાંજરાપોળની જાળવણીની સ્થતિ

વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. શહેરના માર્ગો પર જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરો નજરે પડતા હોય છે. આ રખડતા ઢોરોનું શહેરીજનોએ ભોગ બનવું પડતું હોય છે. શહેરમાં છાસવારે ઢોર દ્વારા રાહદારીઓ કે વાહનચાલકોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવતી હોય છે. કેટલાક કિસ્સામાં શહેરીજનોના મોત નિપજ્યા હોવાની ઘટના પણ સામે આવતી હોય છે. ત્યારે શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ક્યારે દૂર થશે તેવા શહેરીજનો સવાલ ઉઠાવી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે ETV Bharatને જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાને જે ગ્રાન્ટ આપવામાં આવશે તેનો સુચારુ અને વ્યવસ્થિત ઉપયોગ કરી પાંજરાપોળની સુવિધામાં વધારો કરવામાં આવશે. આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ નિરાધાર અને રખડતા પશુઓની ચિંતા કરી છે. તેમજ પાંજરાપોળ નાણાના અભાવે તેઓ ગાયને ઘાસ ચારો ખવડાવી શકતી નથી, અને તેમને દાન ઉઘરાવવા નિકળવું પડે છે. ત્યારે હવે નાણાપ્રધાન બજેટમાં ગૌપોષણ યોજના થકી રૂપિયા 500 કરોડ ફાળવ્યા છે. જેનાથી મોટાભાગે રખડતા અને નિરાધાર પશુઓની ચિંતા હવે સરકાર કરશે. કનુભાઈ દેસાઈએ ખરેખર જીવદયાનું ખુબ મોટું કામ કર્યું છે. અને તેમણે ગાયને માતા કહીએ છીએ ત્યારે નાણાપ્રધાને જીવદયા દાખવીને ગાય માતાને પોષણક્ષમ આહાર મળી રહેશે અને નિરાધાર પશુઓને રહેવાનો આશરો મળી રહશે. યોજના સારી છે, પણ તે કાગળ પર ન રહે, તે જોવું રહ્યું.

આ પણ વાંચો:Cattle roaming the cities: ભાવનગરમાં રખડતાં ઢોર પાછળ કરોડોનો ખર્ચો કર્યો પણ સમસ્યા ત્યાંની ત્યાંજ

ABOUT THE AUTHOR

...view details