ગાંધીનગર : કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં (Union Health Minister Mansukhbhai Mandvia) કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ 7 રાજ્યોના આરોગ્યપ્રધાનો અને આરોગ્ય સચિવ સાથે સંકલન સાધીને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અને સજ્જતા અંગે સર્વગ્રાહી સમીક્ષા (Covid19 Review meeting 2022) વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા કરવામાં આવી હતી.
કયા મુદ્દાઓ પર થઇ ચર્ચા
તમામ રાજ્યોમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ , ત્રીજી લહેર સામે રાજ્યોની સજ્જતા સતર્કતા અને તૈયારી વિશે (Covid19 Review meeting 2022) આકલન કર્યું હતું. આ બાબતે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના સંલગ્ન દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરાવવા, કોરોના અનુરૂપ વ્યવહારને વધુ સુચારુ બનાવવા , કોરોના રસીકરણને વેગવંતુ બનાવવા જેવા કોરોના સંલગ્ન વિવિધ મુદ્દાઓના અસરકારક અમલીકરણ કરાવવા પર ભાર મૂક્યો હતો. કોરોના સંદર્ભે માળખાગત સુવિધાઓ, દવાઓના અને રસીના જથ્થા સહિતની તમામ જરૂરિયાતને સત્વરે પૂરી કરવા માટે સજ્જ કહ્યું હતું.
રાજ્યની આપવામાં આવી વિગતો
રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યમાં કાર્યરત વેક્સિનેશન ડ્રાઇવ, આઇ.સી.યુ. બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજન સહિતની ઉપલબ્ધતા, ટ્રેસીંગ-ટ્રેકીંગ અને જરૂરિયાતમંદ કેસોમાં આઇસોલેશન, હોસ્પિટલોમાં દવાઓનો,રસીનો જથ્થો, સારવાર માટે માળખાકીય સુવિધાઓ અંગે વિગતવાર માહિતી (Covid19 Review meeting 2022) આપવામાં આવી હતી.