ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં કોરોનાના નવા 1175 પોઝિટિવ કેસ, 1414 દર્દી ડિસ્ચાર્જ, 11 મોત, કુલ કેસ 1,55,098 - ગુજરાત કોરોના અપડેટ

રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી જ રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો કોરોનાના 1175 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 11 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ પોઝિટિવ કેસ 1,55,098 નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 1414 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.

રાજ્યમા કોરોનાના નવા 1175 કેસ, 1414 દર્દી ડિસ્ચાર્જ, 11 મોત, કુલ કેસ 1,55,098
રાજ્યમા કોરોનાના નવા 1175 કેસ, 1414 દર્દી ડિસ્ચાર્જ, 11 મોત, કુલ કેસ 1,55,098

By

Published : Oct 14, 2020, 7:44 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 174, અમદાવાદ કોર્પોરેશન- 165, રાજકોટ કોર્પોરેશન- 76, સુરત- 78, વડોદરા કોર્પોરેશન- 77, જામનગર કોર્પોરેશન- 60, મહેસાણા- 37, વડોદરા- 40, રાજકોટ- 29, અમરેલી- 28, ગાંધીનગર કોર્પોરેશન- 27, ભરૂચ- 25, જામનગર- 25, પાટણ- 23, સુરેન્દ્રનગર- 23, જૂનાગઢ- 21, જૂનાગઢ કોર્પોરેશન- 20, કચ્છ- 20, ગાંધીનગર- 19, પંચમહાલ- 19, સાબરકાંઠા- 19, ગીર સોમનાથ- 18, અમદાવાદ- 17, ભાવનગર કોર્પોરેશન- 14, મોરબી- 14, આણંદ- 12, બનાસકાંઠા- 11, દેવભૂમિ દ્વારકા- 11, દાહોદ- 10, નવસારી- 10, મહિસાગર- 8, તાપી- 7, અરવલ્લી- 6, ભાવનગર- 6, ખેડા- 6, પોરબંદર- 6, નર્મદા- 5, છોટાઉદેપુર- 4, વલસાડ- 3 અને બોટાદમાં 2 કેસ સામે આવ્યા છે.

રાજ્યમા કોરોનાના નવા 1175 કેસ, 1414 દર્દી ડિસ્ચાર્જ, 11 મોત, કુલ કેસ 1,55,098
આ ઉપરાંત 79 દર્દીને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. કોરોનાને કારણે અત્યાર સુધી 3598 લોકો મોતને ભેટ્યા છે. રાજ્યમાં સૌથી વધુ 39469 કેસ અમદાવાદમાં છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 174 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 78 કેસ આવ્યા છે. 24 કલાકમાં સુરતમાં 252 સામે આવ્યા છે. જોકે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details