ગાંધીનગર : રાજ્યમાં કોરોના કેસમાં હવે રોકેટગતિનો ઉછાળો (Corona Update in Gujarat ) જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 580 જેટલા પોઝિટિવ કેસ (Corona Positive Cases Rises ) સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 3478 થયા(Corona Active Cases in Gujarat) છે. પરંતુ વેન્ટિલેટર ઉપર 03 દર્દીને રાખવામાં આવ્યા છે, જ્યારે 3478 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં 10,947 મૃત્યુ નોંધાયા છે, આજે 391 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી.
આ પણ વાંચોઃ Corona case in Rajkot: શહેરમાં કોરોના કેસમાં વધારો થતા સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરવા સૂચન
કયા કોર્પોરેશનમાં કેટલા કેસ નોંધાયા - નવા કોરોના પોઝિટિવ કેસોમાં (Corona Update in Gujarat ) જોઇએ તો અમદાવાદમાં 229 (229 positive cases in Ahmedabad ), સુરત કોર્પોરેશન 87,બરોડા કોર્પોરેશન 33,જામનગર કોર્પોરેશન 1, ગાંધીનગર કોર્પોરેશન 20,રાજકોટ કોર્પોરેશન 07,ભાવનગર કોર્પોરેશન 11,મહેસાણા 29 ,વલસાડ 23 ,કચ્છ 19 , નવસારી 19,સુરત 19 ,ગાંધીનગર 11 ,પાટણ 08, અમદાવાદ 07,મોરબી 07,બનાસકાંઠા 06,સાબરકાંઠા 06,આણંદ 04,ખેડા 04,સુરેન્દ્રનગર 04,અમરેલી 02,પોરબંદર 02,ભાવનગર 01,સોમનાથ 01 અને રાજકોટમાં 01 કેસ આવ્યો છે.