ગાંધીનગર : રાજ્યમાં કોરોના કેસમાં હવે ધીમે ધીમે રોજ 20 થી 30 કેસનો વધારો (Corona Update in Gujarat ) થઇ રહ્યો હતો. ત્યારે આજે એકદમ જ મોટા ઉછાળા સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 407 (Gujarat New Corona Cases Today) જેટલા પોઝિટિવ કેસનોંધાયાં છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ (Gujarat Corona Active Cases ) 1741 થયા છે. પરંતુ વેન્ટિલેટર ઉપર 04 દર્દીને રાખવામાં આવ્યા છે, જ્યારે 1737 દર્દીઓ અત્યારે (Corona Positive Cases Rise) સ્ટેબલ છે અને અત્યારસુધીમાં 10,946 મૃત્યુ નોંધાયા છે. આજે 190 દર્દીઓએ રજા આપવામાં આવી હતી.જોકે આજે એક પણ દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ નોંધાયું નથી.
આ પણ વાંચોઃ Corona Cases Rises in Surat : આરોગ્યતંત્રમાં ધમધમાટ, અધિકારીઓ અને તબીબોએ કરી આ તૈયારીઓ
કયા કોર્પોરેશનમાં કેટલા કેસ નોંધાયા - આજે નવા નોંધાયેલા કેસોની (Corona Update in Gujarat ) વાત કરીએ તો અમદાવાદ 207 સુરત કોર્પોરેશન 45 બરોડા કોર્પોરેશન 39 ગાંધીનગર કોર્પોરેશન 10 રાજકોટ કોર્પોરેશન 17 સૂરત ગ્રામ્ય 12 ભાવનગર કોર્પોરેશન 11 વલસાડ 08 ભરૂચ 07 જામનગર કોર્પોરેશન 07 આણંદ 06 ગાંધીનગર 05 સાબરકાંઠા 05, બનાસકાંઠા 04 કચ્છ 04 મહેસાણા 04 અમદાવાદ ગ્રામ્ય 3 રાજકોટ ગ્રામ્ય 3 જામનગર ગ્રામ્ય 02 નવસારી 02 બરોડા ગ્રામીણ 02 અમરેલી, પાટણ અને સુરેન્દ્રનગરમાં 1-1 નવા કેસ (Corona Positive Cases Rise) નોંધાયાં છે.
આ પણ વાંચોઃ Gujarat 108 Ambulance Service : 1.35 કરોડથી વધુ લોકોએ 108ની સેવા મેળવી, કઇ કઇ સુવિધા છે જાણો
આજે 55,638 નાગરિકોનું રસીકરણ થયું -કોરોના (Corona Update in Gujarat ) સામે રસીકરણ પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે આજે 22 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 55,638 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રિકોશન ડોઝમાં 24,974, 12 થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 5936 બીજા ડોઝમાં 9363 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,10,21457 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.