ગાંધીનગર - એક બાજુ કોરોનાના ગણતરીના જ કેસ સામે આવી રહ્યા છે અને ત્રીજી લહેર હવે સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં ફક્ત સિંગલ ડિજિટમાં કોરોનાના કેસ (Corona Update in Gujarat )સામે આવી રહ્યાં હતાં. ત્યારે આજે ગાંધીનગર ખાતે આવેલ નેશનલ લો યુનિવર્સિટીમાં એક સાથે 35 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ (12 students corona positive in National Law University ) સામે આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને તકેદારીના ભાગરૂપે હોસ્ટેલની અંદર જ ક્વોરન્ટીન (NLU Corona Positive Students Quarantine )કરવામાં આવ્યાં છે.
એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા બાદ ટેસ્ટ કરાયા- નેશનલ લો યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ સામે આવ્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટીના સત્તાધીશોએ તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં આજે કુલ 125 જેટલા વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ ટેસ્ટિંગ કરાયેલા વિદ્યાર્થીઓમાંથી કુલ 35 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ સામે આવ્યા હોવાની વિગત સામે આવી છે.
હોસ્ટેલને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાઇ - નેશનલ લો યુનિવર્સિટીમાં એકસાથે 35 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે ત્યારે નેશનલ લો યુનિવર્સિટીના હોસ્ટેલને કન્ટેનમેન્ટ ઝોન પણ ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. 125 જેટલા ટેસ્ટિંગમાં 35 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે ત્યારે તમામ વિદ્યાર્થીઓના સેમ્પલ genome sequence માટે પણ મોકલવામાં આવશે, આવતીકાલે અન્ય વિદ્યાર્થીઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે પણ ટેલિફોનિક ચર્ચા કરીને તમામ વિગતોની માહિતી માંગી હતી અને તમામ વિદ્યાર્થીઓ પાછળ એક એક કર્મચારીઓને જવાબદારી સોપવાની સૂચના પણ જિલ્લા આરોગ્ય વિભાગને આપવામાં આવી છે.