ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના ટેસ્ટ કરાવવા હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર નહીં પડેઃ આરોગ્ય વિભાગની જાહેરાત - લોકડાઉન

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસનો હાહાકાર મચી ગયો છે ત્યારે દિવાળી બાદ લોકો કોરોનાના ટેસ્ટ માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વોકિંગ ડિસ્ટન્સ પર તમામ શહેરો અને જિલ્લાઓમાં કોરોનાના ટેસ્ટિંગ સેન્ટર ઊભા કરાયા છે, પરંતુ અમુક લોકો ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ માટે જઈ રહ્યા છે. જેમાં ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી હોય છે ત્યારે હવે રાજ્ય સરકારે ખાનગી લેબમાં પ્રિસ્ક્રિપ્શન હવે મરજિયાત કરી નાખ્યું છે.

કોરોના ટેસ્ટ કરાવવા હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર નહીં પડેઃ આરોગ્ય વિભાગની જાહેરાત
કોરોના ટેસ્ટ કરાવવા હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર નહીં પડેઃ આરોગ્ય વિભાગની જાહેરાત

By

Published : Dec 4, 2020, 5:10 PM IST

  • હવે કોરોના ટેસ્ટ માટે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર નહીં
  • આરોગ્ય વિભાગે કરી જાહેરાત, કોરોના ટેસ્ટની ફી ઘટાડી છે
  • કોરોના ટેસ્ટની રકમ રૂપિયા 2500થી ઘટાડી રૂપિયા 800 કરાઈ

ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય વિભાગે જાહેરાત કરી છે કે, જે નાગરિકોને સ્વૈચ્છિક કોરોના ટેસ્ટ કરાવવા માગતા હોય તેમને હવે ડૉક્ટરના ભલામણ કે ડિસ્ક્રિપ્શનની જરૂરિયાત રહેશે નહીં. રાજ્યમાં સરકારી અને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન અનુસાર, જે લોકો હવે સ્વૈચ્છિક કોરોનાનો ટેસ્ટ કરવા માગતા હોય તો તેઓને ડૉક્ટરના ભલામણ કે પ્રિસ્ક્રિપ્શનની જરૂર રહેશે નહીં.

પહેલા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત કર્યું હતું

લૉકડાઉન બાદ રાજ્યમાં સ્વૈચ્છિક રીતે કોરોનાનો ટેસ્ટ કરવા માગતા નાગરિકો માટે રાજ્ય સરકારે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત કરવામાં આવ્યું હતું. જે કોઈ વ્યક્તિ ખાનગી અથવા તો સરકારી લેબોરેટરીમાં ટેસ્ટ કરવા ઈચ્છે તો તેમને ફરજિયાત રીતે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન જરૂરી રાખવામાં આવ્યું હતું. જો કે, હવે આરોગ્ય વિભાગ દ્વારા પ્રિસ્ક્રિપ્શન મરજિયાત કરવામાં આવ્યું છે.

સરકારે કોરોના ટેસ્ટની રકમ પણ ઘટાડી, હવે રૂપિયા 800માં થશે ટેસ્ટ

લૉકડાઉન અને અનલૉક દરમિયાન રાજ્ય સરકારના ટેસ્ટ માટે રૂપિયા 2500ની માતબર રકમ વસૂલ કરવામાં આવતી હતી, પરંતુ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ રાજ્ય સરકારે કોરોના ટેસ્ટ માટેની ફીમાં પણ ઘટાડો કર્યો છે. પહેલા રૂપિયા 2500થી રૂપિયા 1500ની ફી કરવામાં આવી હતી ત્યારબાદ હવે થોડા જ સમય ઓહેક રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કોરોના ટેસ્ટના રૂપિયા 800 કાર્યની જાહેરાત કરી હતી. જ્યારે હોમ ડિલિવરી ટેસ્ટ માટે રૂપિયા 1100 નક્કી કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details