ગાંધીનગર: શહેરી વિસ્તારમાં કોરોના વાઇરસનો આંકડો નીચે આવી રહ્યો છે. સોમવારે શહેરી વિસ્તારમાં કોરોનાના નવા 5 કેસ સામે આવ્યા છે, જેમાં કોન્ટ્રાક્ટર, વકીલ, પ્રોફેસર, ગૃહિણી અને સ્ટોક માર્કેટનો મેનેજર સામેલ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 18 કેસ સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં 10, માણસામાં 2 અને કલોલમા 6 કેસ નોંધાયા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગર શહેર વિસ્તારમાં 5 કેસ સામે આવ્યા છે. જેમાં સેકટર-24માં રહેતો અને કન્ટ્રકશન બિઝનેસ ધરાવતો 48 વર્ષના પુરુષ, સેક્ટર-14માં અમદાવાદમાં ખાનગી કૉલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતો 28 વર્ષીય યુવક, સેક્ટર-4માં 65 વર્ષીય વૃદ્ધા, સેક્ટર-6માં 31 વર્ષીય વકીલ અને સેક્ટર-7માં શેર બજારનો વ્યવસાય કરતો 43 વર્ષીય પુરુષનો કોરોનાા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી મહાપાલિકાની સત્તાવાર યાદી પ્રમાણે અત્યાર સુધી 573 પોઝિટિવ કેસ થયા છે, જ્યારે 14 લોકોના મોત થયા છે.