ગુજરાત

gujarat

ETV Bharat / city

Corona cases in Gujarat: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં 668 પોઝિટિવ કેસ - ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો

ગુજરાતમાં કોરોનના કેસો (Corona cases in Gujarat) સતત વધતા નજરે ચડે છે. જ્યારે લોકો વધુ આરામદાયક અને કેરલેસ (Careless People for Corona) થઇ ચુક્યા છે. તદુપરાંત લોકો કોરોના કાળ દરમિયાન જે સમયમાંથી પસાર થયા હતા એ સમય હવે તેમને યાદ રહ્યો નથી. ચાલો જાણીયે ક્યાં અને કેટલા કેસીસ ગુજરાતના જિલ્લાઓમાં (Corona Cases Surge in Gujarat) છે. આ સાથે આ તમામ પરિસ્થિતિ પાછળ ક્યાં ક્યાં કારણો જાવાબદાર હોઈ શકે.

Corona cases in Gujarat: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં 668 પોઝિટિવ કેસ
Corona cases in Gujarat: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં 668 પોઝિટિવ કેસ

By

Published : Jul 10, 2022, 7:26 AM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોના કેસમાં (Corona cases in Gujarat) હવે ધીમે ધીમે રોજ 20 થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 668 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 4046 થયા છે, પરંતુ વેન્ટિલેટર ઉપર 05 દર્દીને રાખવામાં આવ્યા છે, જ્યારે 4041 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં 10,948 મૃત્યુ નોંધાયા છે, આજે 515 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે એક પણ દર્દીનુ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યના 9 જિલ્લા અને 1 કોર્પોરેશન વિસ્તારમાં એક પણ કેસ નોંધાયા નથી.

આ પણ વાંચો:રાજ્યમાં કોરોનાના કેસમાં થયો બદલાવ, જાણો આજના કોરોનાના કેસ વિશે...

હોસ્પિટલ દર્દીની સંખ્યા ઓછી :રાજ્યમાં જે રીતે પોતાનો સંક્રમણ સતત વધી રહ્યું છે અને દિવસે દિવસે કે પોતાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, કેસમાં વધારો થઈ રહ્યો છે તેની સામે બીજી તરફ જોવા જઈએ તો હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે, અત્યારે જે કોરોનાનો નવો વાયરસ ફેલાઈ રહ્યો છે તે ફક્ત હળવા લક્ષણ વાળો જ છે તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડતી નથી અને ત્રણ દિવસમાં જ સારું થઈ જાય છે.

આ પણ વાંચો:Corona case in Rajkot: શહેરમાં કોરોના કેસમાં વધારો થતા સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરવા સૂચન

આજે 68,073 રસીકરણ થયું :કોરોના સામે રસીકરણ પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે, ત્યારે આજે 09 જુલાઇના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 44,053 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિકોશન ડોઝમાં 27,271. 12 થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 3946 બીજા ડોઝમાં 2992 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,18,83,207 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details