ગાંધીનગર:રાજ્યમાં કોરોના કેસમાં(Corona Positive Cases) હવે ધીમે ધીમે રોજ 20થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 636 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 3893 થયા છે, પરંતુ વેન્ટિલેટર ઉપર 01 દર્દીને રાખવામાં આવ્યા (India Corona Update) છે, જ્યારે 3888 દર્દીઓ અત્યારે સ્ટેબલ (Corona Virus Spreading Speed) છે. જ્યારે અત્યારસુધીમાં 10,948 મૃત્યુ નોંધાયા છે, આજે 622 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે એક પણ દર્દીનુ મૃત્યુ નોંધાયું નથી.
ક્યાં કોર્પોરેશનમાં કેટલા કેસ નોંધાયા -અમદાવાદ 212, સુરત કોર્પોરેશન 86, ગાંધીનગર કોર્પોરેશન 30, બરોડા કોર્પોરેશન 57, જામનગર કોર્પોરેશન 07, રાજકોટ કોર્પોરેશન 07 અને ભાવનગર કોર્પોરેશન 26 કોરોનાના કેસ નોંધાયા છે.
જિલ્લાની વિગતો -સુરત 38, ગાંધીનગર 28, વલસાડ 16, કચ્છ 13, નવસારી 13, પાટણ 11, રાજકોટ 11, દ્વારકા 08, અમરેલી 07, મોરબી 07, બરોડા 07, અમદાવાદ 06, આણંદ 05, સાબરકાંઠા 05, સુરેન્દ્રનગર 05, ભાવનગર 04, બનાસકાંઠા 03, અરવલ્લી 02, જામનગર 02, બોટાદ 01, મહીસાગર 01, મહેસાણા 01 અને તાપી 01 કોરોનાના કેસ નોંધાયા છે.