ગાંધીનગર: રાજ્યમાં સતત કોરોના સંક્રમણ (Corona In Gujarat) વધી રહ્યું છે તેને ધ્યાનમાં લઈને આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં 22 જાન્યુઆરીના રોજ પૂર્ણ થઈ રહેલી ગાઈડલાઈન (Corona Guidelines Gujarat)ને ધ્યાનમાં લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકના અંતે રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે.
લગ્ન પ્રસંગવાળા ઘરોને રાહત થઈ
નવી ગાઈડલાઈન પ્રમાણે ફક્ત 17 શહેરોમાં રાત્રી કર્ફ્યુ (Night Curfew In Gujarat) ઉમેરવામાં આવ્યો છે. જે લોકોના ઘરે લગ્ન પ્રસંગ છે તેમને ખાસ ચિંતા હતી, જો કેરાજ્ય સરકારેલગ્નમાં 150 લોકોની મર્યાદા યથાવત રાખતા લગ્ન પ્રસંગવાળા પરિવારોને રાહત મળી છે. આ નવી SOP 29 જાન્યુઆરી સવારે 6 વાગ્યા સુધી અમલી રહેશે. રાજ્યના 8 મહાનગરપાલિકા વિસ્તાર જેવા કે અમદાવાદ (Night Curfew In Ahmedabad), વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગરમાં રાત્રીના 10:00થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે. આ સાથે જ આણંદ શહેર અને નડિયાદમાં પણ રાત્રી કર્ફ્યુ રાત (Night Curfew In Nadiad)ના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે.
હોટલો 75 ટકા કેપિસિટી સાથે રાત્રે 10 વાગ્યા સુધી ચાલું રાખી શકાશે
8 મહાનગરપાલિકા વિસ્તાર અને આણંદ તથા નડીયાદ શહેરમાં વ્યાપારી ગતિવિધિ રાત્રીના 10 કલાક સુધી ચાલું રાખી શકાશે. હોટલ અને રેસ્ટોરન્ટમાં બેઠકના 75 ટકા સાથે રાત્રીના 10 કલાક સુધી ચાલું રાખી શકાશે, જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટમાં હોમ ડિલિવરી 24 કલાક સુધી ચાલું રાખી શકાશે. સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ખુલ્લામાં વધુમાં વધુ 150 વ્યક્તિ, પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા, પરંતુ 150ની ક્ષમતામાં વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે.
ST બસો 75 ટકા કેપિસિટી સાથે ચાલું રાખી શકાશે
તો અંતિમવિધિમાં 100 વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવી છે. પબ્લિક અને પ્રાઇવેટ બસ (Bus Service During Corona In Gujarat), નોન એસી બસ સેવાઓ 75 ટકા ક્ષમતા સાથે જ્યારે એસ.ટી બસમાં પણ 75 ટકા પેસેન્જર કેપેસિટી સાથે ચાલું રહેશે. ઉપરાંત બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેમાં પેસેન્જરોએ ટિકિટ બતાવવી ફરજિયાત રહેશે. સિનેમાહોલ, જીમ, વોટરપાર્ક, સ્વીમિંગ પુલ, લાઇબ્રેરી, ઓડિટોરિયમ, હોલ, એસેમ્બલી હોલ 50 ટકા ક્ષમતા સાથે ચાલું રાખી શકાશે. બાગ-બગીચાઓ રાત્રીના 10 કલાક સુધી ચાલું રાખી શકાશે. ધોરણ 1થી 9ની પ્રાથમિક શાળાઓનું ઓફલાઈન શિક્ષણ (Offline Education In Gujarat During Corona) બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ધોરણ 9થી પોસ્ટ ગ્રેજયુએટ કોર્સના કોચિંગ સેન્ટર, ટ્યુશન ક્લાસિસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા અને ભરતી અંગેના કોચિંગ સેન્ટરો 50 ટકા વિદ્યાર્થીઓ સાથે કાર્યરત રહેશે.