ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના ગુજરાતઃ 24 કલાકમાં 687 કોરોના કેસ, 340 ડિસ્ચાર્જ, 18 મોત, કુલ આંકડો 34,686 - કોવિડ19

રાજ્યમાં કોરોના વાયરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 687 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 18 દર્દીનાં મોત થયાં છે.  રાજ્યમાં કોરોના વાયરસના કુલ 34,686 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લાં  24 કલાકમાં 340 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

coronavirus
coronavirus

By

Published : Jul 3, 2020, 9:09 PM IST

Updated : Jul 4, 2020, 6:30 AM IST

ગાંધીનગરઃ ગુજરાત કોરોના વાયરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 195, સુરત મહાપાલિકા વિસ્તારમાં 190, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 50, જૂનાગઢ કોર્પોરેશન 24, સુરત 14, ખેડા 14, સુરેન્દ્રનગર 14, ભરૂચ 13, પંચમહાલ 13, જામનગર કોર્પોરેશન 12, વડોદરા 12, ભાવનગર કોર્પોરેશન 11, પાટણ 11, ભાવનગર 10, ગાંધીનગર કોર્પોરેશન, અમદાવાદ, આણંદ 9-9, બનાસકાંઠા 8, ગાંધીનગર 7, મહીસાગર 7, રાજકોટ કોર્પોરેશન, વલસાડ, નવસારી 6-6, મહેસાણા, સાબરકાંઠા, કચ્છ 5-5, રાજકોટ 4, નર્મદા 3, તાપી 3, બોટાદ, જૂનાગઢ, મોરબી 2-2, અરવલ્લી, ગીર સોમનાથ, દાહોદ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં 1-1 કેસ સામે આવ્યો છે. જ્યારે 61 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1906 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 21423 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યાં છે.

Last Updated : Jul 4, 2020, 6:30 AM IST

ABOUT THE AUTHOR

...view details