ન્યુઝ ડેસ્ક: રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા 3 હજારને પાર પહોંચી ગઇ છે. રાજ્યમાં કુલ 3774 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 181થઇ છે. આ ઉપરાંત કુલ 434 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ 241, સુરતમાં 20, રાજકોટ 15, વડોદરામાં 58, ગાંધીનગર 12, ભાવનગરમાં 20, ગીર-સોમનાથમાં 2, પોરબંદરમાં 3, પાટણમાં 11, ભરૂચમાં 14, આણંદમાં 18, સાબરકાઠામાં 2, બનાસકાંઠામાં 1, છોટા ઉદેપુર 5, કચ્છમાં 4, મહેસાણા 2, ખેડામાં 1, મોરબીમાં 1, દાહોદમાં 1, નર્મદામાં 1, બોટાદમાં 2, સામેલ છે.
કોરોના ગુજરાતઃ 24 કલાકમાં 226 નવા કેસ, 19ના મોત, કુલ આંક 3774, કુલ મોત 181 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 નવા કેસ આવ્યાંછે. તેમજ19 લોકોના મોત થયા છે. આજે આવેલા નવા કેસોમાથી અમદાવાદમાથી 164 નવા કેસો આવ્યાં છે.
રાજ્યમાં27 એપ્રિલને સાંજના 6 વાગ્યાથી 28 એપ્રિલને સાંજના 6 વાગ્યા સુધી કુલ 226 નવા કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 164કેસ, ત્યારબાદ સુરત 14, આણંદમાં 9, બોટાદમાં 6, ગાંધીનગરમાં 6, રાજકોટમાં 9, વડોદરામાં 15, ભાવનગર 1, તેમજ ભરૂચમાં 2 કેસ નોધાંતા રાજ્યના 9 જિલ્લામાથી 226 કેસ નવા આવ્યા છે. તેમજ 19 લોકોના મોત થયા છે. કુલ 181 લોકોના મુત્યુ થયા છે.
ગુજરાત કોરોના ટેસ્ટ કરવામાં ત્રીજા નંબરે આવે છે. પ્રથમ નંબરે કેરળ અને અને બીજા નંબરે મહારાષ્ટ્ર આવે છે.
ગુજરાતમાંકોરોના પોઝિટિવના કુલ 3774 કેસનોંધાયા છે. જેમાંથી181 દર્દીઓનાં મોતથયાં છે. અમદાવાદમાં સૌથી વધારે 2543 કેસ અને 128 મૃત્યુનોંધાયા છે, ત્યારબાદ સુરતમાં 570 કેસ અને 19 મૃત્યુ, વડોદરામાં 255 કેસ અને 13 મૃત્યુ,ભાવનગરમાં 41 કેસ અને 5 મૃત્યુ, પાટણમાં 17 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 36 કેસ અને 2 મૃત્યુ, રાજકોટમાં 55 કેસ, ભરૂચમાં 31 કેસ અને 2 મૃત્યુ, આણંદમાં 60 અને 2 મુત્યુ, કચ્છમાં 6 કેસ અને 1મુત્યુ, પોરબંદરમાં 3 કેસ, છોટાઉદેપુરમાં 13 કેસ, ગીર સોમનાથમાં 3 કેસ, મહેસાણામાં 7 કેસ, બનાસકાંઠામાં 28 કેસ અને 1 મૃત્યુ, પંચમહાલમાં 20 કેસ અને 2 મોત, દાહોદમાં 4 કેસ, બોટાદમાં 19 કેસ અને 1 મોત, નર્મદામાં 12 કેસ, ખેડામાં 6 કેસ, જ્યારે મોરબીમા 1 અને સાબરકાંઠામાં 3 કેસ નોંધાયા છે. તેમજ અરવલ્લીમાં 18 કેસ અને 1 મોત, મહીસાગરમાં 10 કેસ છે. તેમજ વલસાડમાં 5 કેસ અને 1 મૃત્યુ, તાપીમાં 1, નવસારીમાં 3, ડાંગમાં 2, સુરેન્દ્રનગરમાં 1 કેસ અને જામનગરમાં 1 કેસ અને 1 મૃત્યુ નોંધાયા છે.