ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના ઇફેકટ: આરટીઓમાં લાયસન્સ સંબધિત તમામ કામગીરી બંધ - ગાંધીનગર

કોરોના વાઈરસના કેસ ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં સાત જેટંલા પોઝિટિવ આવ્યાં છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે અરજન્ટ કામ હોય તેને જ હાથ પર લેવા માટેની કડક સૂચના આપવામાં આવી છે. રાજ્યની તમામ આરટીઓમાં લાયસન્સ સંબંધિત તમામ કામગીરી 29 માર્ચ સુધી બંધ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોના ઇફેકટ : આરટીઓમાં લાયસન્સ સંબધિત તમામ કામગીરી બંધ
કોરોના ઇફેકટ : આરટીઓમાં લાયસન્સ સંબધિત તમામ કામગીરી બંધ

By

Published : Mar 21, 2020, 1:15 PM IST

ગાંધીનગર: કોરોના વાઈરસના કેસ ગુજરાતમાં છેલ્લાં બે દિવસમાં સાત જેટલા પોઝિટિવ આવ્યાં છે, ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે તમામ સરકારી કામકાજ ઉપર પણ લગામ લગાવી છે અને જે અરજન્ટ કામ હોય તેને જ હાથ પર લેવા માટેની કડક સૂચના આપવામાં આવી છે. રાજ્યની તમામ આરટીઓમાં લાયસન્સ સંબંધિત તમામ કામગીરી 29 માર્ચ સુધી બંધ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યમાં આવેલી 36 આરટીઓ અને એ આરટીઓ કચેરી ખાતે ઘણી મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય છે, જ્યારે રાજ્યમાં ઉપસ્થિત થયેલ પરિસ્થિતિમાં આરટીઓ કચેરી ખાતે જાહેર જનતાની મુલાકાતને નિયંત્રણ કરવી અનિવાર્ય છે. તે સંજોગોમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે વાહનની નોંધણી બાદની અરજીઓ ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ થયા બાદની વિવિધ અરજીઓ અંગે કાર્યવાહી 29 માર્ચ સુધી સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જ્યારે ભારત બેજ ફોરના વાહનોની નોંધણી કરવી અનિવાર્ય હોવાથી ફક્ત આ જ કામગીરી આરટીઓમાં હાથ ઉપર લેવામાં આવશે, જ્યારે વાહન સંબંધિત કામગીરી માટે અરજદાર ઓનલાઇન ટેક્સ અને ફી ભરી શકશે. આ સિવાયની તમામ સેવાઓ આરટીઓ કચેરીમાં બંધ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details