ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 681 પોઝિટિવ કેસ, 563 ડિસ્ચાર્જ, 19 મોત, કુલ આંકડો 33,999 - કોરોના કેસ

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે ગુરુવારે રાજ્યમાં 24 કલાકમાં 681 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લાં 24 કલાકમાં સારવાર લઈ રહેલા વધુ 19 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 33,999 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. જો કે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી આજે 563 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યમાં 24 કલાકમાં 681 કોરોના કેસ, 563 ડિસ્ચાર્જ, 19 મોત, કુલ આંકડો 33,999
રાજ્યમાં 24 કલાકમાં 681 કોરોના કેસ, 563 ડિસ્ચાર્જ, 19 મોત, કુલ આંકડો 33,999

By

Published : Jul 2, 2020, 9:58 PM IST

ગાંધીનગરઃ ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 202, સુરત મહાપાલિકા વિસ્તારમાં 191, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 46, સુરત 36, રાજકોટ 22, બનાસકાંઠા 12, સુરેન્દ્રનગર 12, ભાવનગર કોર્પોરેશન 11, વડોદરા 11, જામનગર કોર્પોરેશન, ભરૂચ, પાટણ 10-10, જૂનાગઢ કોર્પોરેશન, અમદાવાદ, મહેસાણા 9-9, વલસાડ 8, અમરેલી 7, ગાંધીનગર 6, કચ્છ 5, ખેડા 5, રાજકોટ કોર્પોરેશન, અરવલ્લી, પંચમહાલ, નવસારી, જૂનાગઢ 4-4, આણંદ, સાબરકાંઠા, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર, મોરબી 3-3, ગાંધીનગર કોર્પોરેશન, મહીસાગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને તાપીમાં 1-1 કેસ સામે આવ્યો છે. જ્યારે 68 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે.

આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા

અત્યાર સુધી 1888 લોકોના મોત થયાં છે. અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધું 21,249 કેસ સામે આવ્યાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details