ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના કારણે છેલ્લાં 24 કલાકમાં સારવાર લઈ રહેલાં 30 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 18,100 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. જો કે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી આજે માત્ર 318 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાનો બ્લાસ્ટ, 485 કેસ, 30નાં મોત, કુલ 1122 લોકોએ જીવ ગુમાવ્યો
જ્યારથી લૉકડાઉન ખોલવામાં આવ્યું ત્યારથી સતત કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં કોરોના વાઇરસના અત્યાર સુધીમાં 24 કલાકમાં આજે સૌથી વધું 485 કેસ સામે આવ્યાં છે. સતત ચોથા દિવસે પણ આકડો 400 પાર રહ્યો છે.
કોરોના
સમગ્ર રાજ્ય કોરોનાગ્રસ્ત થઈ ગયું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 290, સૂરત 77, વડોદરામાં 34, ગાંધીનગર 39, ભાવનગર, મહેસાણા 4-4, બનાસકાંઠા 10, ખેડા, પાટણ 5-5, પંચમહાલ, ભરૂચ 3-3, રાજકોટ, અરવલ્લી, નવસારી 2-2, આણંદ, સાબરકાંઠા, દાહોદ, જૂનાગઢ, સુરેન્દ્રનગર 1-1, કેસ સામે આવ્યો છે. જેમાં માત્ર અમદાવાદના જ 13,063 કેસ થાય છે. જ્યારે 64 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1122 લોકોના મોત થયાં છે.