ગુજરાત

gujarat

ETV Bharat / city

Congress Walkout From Gujarat Assembly: પેપરકાંડ મુદ્દે કોંગ્રેસનું વોક આઉટ, અમિત ચાવડાએ CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

વન વિભાગની પરીક્ષાનું પેપર લીક (Congress Walkout From Gujarat Assembly)થવા મુદ્દે કોંગ્રેસે વિધાનસભામાં ચર્ચા કરવાની માંગ કરી હતી. શાસક પક્ષ દ્વારા આ માંગને નકારવામાં આવતા કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે પેપર લીક મામલે ચર્ચાની રજૂઆત કરવામાં આવતા ભૂપેન્દ્ર પટેલ પોતાની કેબિનમાં જતા રહ્યા હતા.

પેપરકાંડ મુદ્દે કોંગ્રેસનું વોક આઉટ, અમિત ચાવડાએ CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
પેપરકાંડ મુદ્દે કોંગ્રેસનું વોક આઉટ, અમિત ચાવડાએ CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

By

Published : Mar 28, 2022, 3:45 PM IST

ગાંધીનગર:27 માર્ચના રોજ 4 વર્ષ પછી વન વિભાગની પરીક્ષા (forest department examination gujarat)નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેસાણાના ઉનાવા ગામે (Mehsana Unava village)થી પ્રશ્નપત્ર એક ઉમેદવારે જાહેર કર્યું હતું. આ સમગ્ર મામલે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો (Congress MLAs Gujarat)એ 166ની નોટિસ પર ખાસ ચર્ચા કરવાની માંગ કરી હતી. શાસક પક્ષ દ્વારા આ માંગને નકારવામાં આવી હતી, જેના કારણે તાત્કાલિક ધોરણે કોંગ્રેસે વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ (Congress Walkout From Gujarat Assembly) કર્યું હતું. કોંગ્રેસે 'પેપર ફોડ સરકાર નહીં ચલેગી'ના સૂત્રોચ્ચાર સાથે વિધાનસભા સંકુલમાં જ વિરોધ કર્યો હતો.

કોંગ્રેસે 'પેપર ફોડ સરકાર નહીં ચલેગી'ના સૂત્રોચ્ચાર સાથે વિધાનસભા સંકુલમાં વિરોધ કર્યો.

છેલ્લી 14 જેટલી પરીક્ષાના પેપર લીક થયા-કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં 50 લાખ કરતા વધુ બેરોજગાર (Unemployed in Gujarat) યુવાનો છે. યુવાનો લાંબા સમય સુધી પરીક્ષાની તૈયારીઓ કરે છે. ત્યારે સરકારની મિલીભગતથી પરીક્ષાના પેપરો લીક (government exam paper leak in gujarat) થઈ જાય છે અને પરીક્ષા રદ્દ થાય છે. છેલ્લી 14 જેટલી પરીક્ષાઓના પેપર લીક થયા છે. આ તમામનો વિરોધ કરવા આજે ગુજરાત કોંગ્રેસના યુવા નેતાઓ ગાંધીનગરમાં પ્રદર્શન (Protest In Gandhinagar) ચલાવી રહ્યા છે. આવનારા સમયની સરકાર યુવાનો જ નક્કી કરશે તેવું નિવેદન પણ અમિત ચાવડા આપ્યું હતું.

આ પણ વાંચો:Gujarat Assembly Election 2022: ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધનના એંધાણ

ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા ગૃહ છોડીને જતાં રહ્યા- અમિત ચાવડાએ વધુ આક્ષેપ કર્યા હતા કે, વિધાનસભા (Gujarat Assembly 2022) પ્રશ્નોત્તરીકાળ બાદ અંદર જ પેપર પેપરકાંડ મામલે 116ની નોટિસ અંતર્ગત ચર્ચા બાબતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરી હતી. પરંતુ તેઓ રજૂઆત કરવા માટે તૈયાર નહોતા અને વિધાનસભા ગ્રુપ છોડીને પોતાની કેબિનમાં ચાલ્યા ગયા હોવાના આક્ષેપો પણ અમિત ચાવડાએ કર્યા હતા. લોકોના અને યુવાનોના પ્રશ્નો માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને સમય ન હોવાનો આક્ષેપ પણ અમિત ચાવડાએ કર્યો હતો. તેમણે આ સરકાર બેશરમ સરકાર છે અને પેપર ફોડ ભાજપના મોડલને વિશ્વ જોઈ રહ્યું હોવાનું નિવેદન પમ આપ્યું હતું.

પેપર લીકની તપાસ થવી જોઇએ- વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ સરકારના વખતથી જ પેપર ફૂટ્યા છે અને ગઇકાલે પણ પરીક્ષાનું પેપર ફૂટયું છે. યુવાઓએ રોજગારી (Employment In Gujarat) માટે આજે રેલી કાઢવાના પ્રયત્નો કર્યા, પરંતુ મંજૂરી આપી નહીં. સાથે જ કોંગ્રેસના ધારાસભ્યોને પણ રોકવામાં આવ્યા. ગભરાયેલી આ સરકારને ચેતવણી આપું છું કે, પેપર લીકની તપાસ થવી જોઇએ અને યુવાનોને રોજગારી આપવાના સંકેત શું છે તે પણ સરકારે જણાવવા જોઈએ. આજે વિધાનસભા સંકુલમાં પ્રવેશ માટે પણ ધારાસભ્યોને હેરાન કરવામાં આવ્યા છે. ધારાસભ્ય નિવાસ્થાને પણ પોલીસ ખડકી દેવામાં આવી હતી ત્યારે સરકાર શું સાબિત કરવા માંગે છે તે સ્પષ્ટપણે જણાવે.

આ પણ વાંચો:SSC HSC Exam 2022 : મુખ્યપ્રધાને ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને પત્ર લખ્યો, શું આપ્યો સંદેશ?

સરકાર રાજીનામું આપે-કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય સરકારના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી. અમિત ચાવડાએ નિવેદન કર્યું હતું કે, છેલ્લા કેટલાય સમયથી જાહેર પરીક્ષાના પેપર ફૂટી રહ્યા છે. રાજ્ય સરકાર રાજીનામું આપે. ગુજરાતનો યુવાન આવનારા સમયમાં નિર્ણય કરશે કે આ પેપર ફોડ સરકારને કેવી રીતે કાઢવી.

ABOUT THE AUTHOR

...view details