ગુજરાત

gujarat

ETV Bharat / city

Congress Protest : સરકારને વારંવાર રજૂઆત છતાં અમરેલીમાં ખેડૂતોને માટી ન અપાતાં કોંગ્રેસનો વિરોધ - કોંગ્રેસનો વિરોધ

વિધાનસભા ગૃહ (Gujarat Assembly 2022)શરુ થાય એ પહેલાં વિધાનસભાની સીડીઓ પર બેસી કોગ્રેસના ત્રણ ધારાસભ્યોએ (Congress Protest )વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓને માટીના મુદ્દે વિરોધ કેમ કરવો પડ્યો તે વિશે જાણવા ક્લિક કરો.

Congress Protest : સરકારને વારંવાર રજૂઆત છતાં ગૃહ પહેલાં જ અમરેલીમાં ખેડૂતોને માટી ન અપાતાં વિરોધ
Congress Protest : સરકારને વારંવાર રજૂઆત છતાં ગૃહ પહેલાં જ અમરેલીમાં ખેડૂતોને માટી ન અપાતાં વિરોધ

By

Published : Mar 7, 2022, 1:06 PM IST

ગાંધીનગર : વિધાનસભા ગૃહ (Gujarat Assembly 2022) શરૂ થાય તે પહેલા જ અમરેલી જિલ્લાના કોંગ્રેસના (Congress Protest )ત્રણ ધારાસભ્યો વીરજી ઠુમ્મર (Gujarat Congress MLA Virji Thummar) અને પ્રતાપ દૂધાત અને અમરીશ ડેર ( Amrish der Protest ) વિધાનસભાની સીડી ઉપર સરકારનો વિરોધ કર્યો હતો. અમરેલી જિલ્લાના ખેડૂતોને માટી નહીં પહોંચી હોવાનું આક્ષેપ સાથે કોંગ્રેસના અમરેલી જિલ્લાના ત્રણેય ધારાસભ્યોએ વિધાનસભાની સીડી ઉપર જ સરકારનો વિરોધ શરૂ કર્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભાની સીડી પર જ વિરોધ કરવા બેસી ગયાં

શું છે મુદ્દો

વિરોધના મુદ્દાની વાત કરવામાં આવે તો કોંગ્રેસના(Congress Protest ) ધારાસભ્ય અમરીશ ડેરે ( Amrish der Protest ) જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં ખેડૂતોને જમીનનું પુરાણ કરવા માટેની માટી મળી રહે તે માટે રાજ્ય સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએથી લઈને જે તે પ્રધાનને પણ અનેક વખત લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી. જ્યારે ખેડૂતો સરકારને રોયલ્ટી ચૂકવવા માટે પણ તૈયાર છે તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારના નિર્ણય કરવામાં આવ્યા નથી.

ગૃહમાં પણ પ્રશ્ન ઉઠાવશે કોંગ્રેસ

અમરીશ ડેરે ( Amrish der Protest )વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી કોંગ્રેસના (Congress Protest )અમે ત્રણેય ધારાસભ્યો સતત સરકારને રજૂઆત કરીએ છીએ તેમ છતાં કોઈ પણ પ્રકારનો ઉકેલ આવ્યો નથી. ત્યારે હવે આ મુદ્દાને વિધાનસભાગૃહમાં પણ ઉઠાવવામાં આવશે. આજે વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલાં જ આ પ્રશ્ન વિધાનસભા ગૃહની બહાર ઉઠાવવામાં આવ્યો છે અને હવે આ જ પ્રશ્ન વિધાનસભા ગૃહની અંદર પણ ઉઠાવવામાં આવશે. રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે આ નિર્ણય કરે તેવી માગ કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર પ્રતાપ દૂધાત (Gujarat Congress MLA Pratap Dudhat ) અને વીરજી ઠુમ્મરે (Gujarat Congress MLA Virji Thummar) કરી હતી.

આ પણ વાંચોઃ Gujarat Legislative Assembly : કોંગ્રેસના ધારાસભ્ય પૂજા વંશ હર્ષ સંઘવી પર અયોગ્ય ટિપ્પણી બાદ પડ્યા ઢીલા

વચેટિયાઓને મળે છે લાભ

અમરીશ ડેરે ( Amrish der Protest )વધુમાં સરકાર પર આક્ષેપ કર્યા હતાં કે અમરેલી જિલ્લાના ખેડુતો રાજ્ય સરકારને રોયલ્ટી ચૂકવવા માટે તૈયાર છે. જે રોયલ્ટી ચૂકવવાની થાય છે તે ચૂકવે પણ છે. તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને માટી નહીં આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જ્યારે આની પાછળ સરકારના જ વચેટિયાઓ હોવાનું આક્ષેપ પણ અમરીશ ડેરે કર્યો હતો અને અમુક વચેટિયાઓના ફાયદા માટે ખેડૂતોને જમીન માટે માટી નહીં આપતા હોવાનો આક્ષેપ પણ અમરીશ ડેરે કર્યો હતો.

આ પણ વાંચોઃ કોંગ્રેસ ધારાસભ્ય અંબરીશ ડેરે ભાજપ પર લગાવ્યો આરોપ

ABOUT THE AUTHOR

...view details