ગુજરાત

gujarat

ETV Bharat / city

સચિવાલય બહાર કોંગી ધારાસભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પરેશ ધાનાણીને માથા પર થઈ ઈજા - Opposition to Congress

રાજ્યના દરિયા કિનારે 17 અને 18મી ના રોજ તૌકતે નામનું વાવાઝોડું (cyclone) ત્રાટકયું હતું અને વાવાઝોડા બાદ રાજ્યના દરિયા કિનારા વિસ્તારમાં તપાસના દ્રશ્યો સામે આવ્યા હતા. તેમાં રાજ્ય સરકારે અને દેશના વડાપ્રધાન મોદીએ પણ હવાઇ નિરીક્ષણ કરીને 1000 કરોડના પેકેજની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. જે જાહેરાતને કોંગ્રેસના ધારાસભ્યોએ બુધવારે પડીકુ તરીકે જાહેર કર્યું હતું. આ બાદ પોલીસ અને કોંગી નેતાઓ વચ્ચે ઘર્ષણ બાદ પરેશ ધાનાણી અને અમિત ચાવડા સહિત 26 ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પર્શ ધાનાણીને માથાના ભાગે ઈજા પહોંચી હતી.

Gujarat News
Gujarat News

By

Published : Aug 11, 2021, 4:38 PM IST

  • રાજ્યમાં ફરી તૌકતે વાવાઝોડાના સર્વેનો મુદ્દો ઉઠ્યો
  • કોંગ્રેસના ધારાસભ્યોએ કરી માગ
  • ગાંધીજીની પ્રતિમા પાસે પહોંચે તે પહેલાં જ પોલીસે કરી તમામ ધારાસભ્યોની અટકાયત
  • અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ પોલીસ અને સરકાર પર કર્યા અનેક આક્ષેપ

ગાંધીનગર: કોંગ્રેસ પક્ષના આયોજન પ્રમાણે વિધાનસભામાં આવેલા વિરોધ પક્ષના કાર્યાલયથી કોંગ્રેસના ધારાસભ્યો (MLAs) ની રેલી શરૂ કરવામાં આવી હતી. ગાંધીજીની પ્રતિમા પાસે ગાંધીજીને આવેદનપત્ર આપવાનું આયોજન કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું. જે બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ આવેદનપત્ર આપવાની તૈયારી કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ગાંધીજીની પ્રતિમા પાસે પણ જવા દેવામાં આવ્યા ન હતા. . આ બાદ પોલીસ અને કોંગી નેતાઓ વચ્ચે ઘર્ષણ બાદ પરેશ ધાનાણી અને અમિત ચાવડા સહિત 26 ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પર્શ ધાનાણીને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જેથી પરેશ ધાનાણી અને અમિત ચાવડા (Amit Chavda) એ સરકાર અને પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. સાથે જ ગાંધીજીની પ્રતિમા પાસે ન જવા દેતા કોંગ્રેસના ધારાસભ્યો (MLAs) ની પોલીસ સાથે સામાન્ય ઘર્ષણ પણ થઇ હતી પરંતુ રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર દોડીને ગાંધીજીની પ્રતિમા પાસે પહોંચવામાં સફળ રહ્યા હતા.

આ પણ વાંચો: અંગ્રેજોની જેમ ભાજપ સરકાર કામ કરે છે: અમિત ચાવડા

ભાજપના મળતીયાઓએ સહાયનો ફાયદો ઉપાડ્યો

વિરોધ પક્ષના નેતાએ સરકારે જાહેર કરેલા સહાય પેકેજ બાબતે જણાવ્યું હતું કે, રાજ્યમાં વાવાઝોડા (cyclone) ને પગલે ઉભા પાક બાગ-બગીચાઓ બાગાયતી પાક સહિત કુલ 15 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રાજ્ય સરકારે ફક્ત હવાઇ નિરીક્ષણ કરીને એક હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું અને હવે એ પેકેજને પડીકું વાળીને ખિસ્સામાં મૂકી દીધું હોવાના પણ આક્ષેપ પરેશ ધાનાણી (Paresh Dhanani) એ કર્યા હતા. આ સહાયનો લાભ ભાજપના મળતીયાઓ દ્વારા લાભ લેવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ પણ અમિત ચાવડા (Amit Chavda) એ કર્યા હતા. જ્યારે અનેક લોકો સહાયથી વંચિત હોવાનું નિવેદન પરેશ ધાનાણીએ કર્યું હતું.

આ પણ વાંચો: જામનગરમાં કોંગીઓ દ્વારા વિરોધ પ્રદર્શન, ધારાસભ્ય અટકાયત દરમિયાન થયા ઈજાગ્રસ્ત

પોલીસની કામગીરી પર અમિત ચાવડાના પ્રશ્નો

કોંગ્રેસના વિરોધ દરમિયાન તેઓ વિધાનસભા સંકુલથી વિધાનસભા સંકુલમાં આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે પહોંચે તે પહેલાં જ પોલીસે કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત કરી હતી. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પોલીસની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. અમિત ચાવડા (Amit Chavda) એ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા અને ગુજરાત વિધાનસભાના કેમ્પસમાં ધારાસભ્યોનો અધિકાર છે. પોલીસ શા માટે ધારાસભ્યો (MLAs) ની અટકાયત કરી રહી છે. આ ઉપરાંત પોલીસ સરકારના ઈશારે કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત કરતા હોવાના આક્ષેપ પણ અમિત ચાવડાએ કર્યા હતા.

સરકાર પોલીસનો ઉપયોગ પટ્ટાવાળાની જેમ કરે છે: પરેશ ધાનાણી

પોલીસ સાથે ઘર્ષણ થયા બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કપાળના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી. જેથી પોલીસની કામગીરી પર પરેશ ધાનાણી (Paresh Dhanani) એ પણ આક્ષેપ કર્યા હતા કે, પોલીસનું કામકાજ હવે પટાવાળા જેવું થઈ રહ્યું છે. જ્યારે રાજ્યમાં મા-બેન અને દીકરીઓની આબરૂ લૂંટાય ત્યાં પોલીસે બચાવી શકતી નથી અને ખાખી વર્દી કે જે સુરક્ષા અને સ્વાભિમાનનું પ્રતીક હતું તે હવે પટાવાળા તરીકે ભાજપે પરિવર્તન કર્યું છે. ખાખીનું સન્માન કરવા અને ખાખીનું સન્માન બચાવવા પરેશ ધાનાણી (Paresh Dhanani) એ પોલીસને વિનંતી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details