ગુજરાત

gujarat

ETV Bharat / city

વિધાનસભા સત્રના પહેલા જ દિવસે 11 કોંગી MLA સસ્પેન્ડ, સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ

ગુજરાત વિધાનસભામાં આજથી 2 દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ (Gujarat Assembly Monsoon Session થયો છે. જોકે પહેલા જ દિવસે કૉંગ્રેસના 11 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા (Congress Leaders Suspended) છે. તેવામાં કૉંગ્રેસના ધારાસભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, ભાઈ અને ભૂપાભાઈની સરકાર ચર્ચા કરવાથી ભાગી રહી છે.

વિધાનસભા સત્રના પહેલા જ દિવસે 11 કોંગી MLA સસ્પેન્ડ, સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ
વિધાનસભા સત્રના પહેલા જ દિવસે 11 કોંગી MLA સસ્પેન્ડ, સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ

By

Published : Sep 21, 2022, 2:41 PM IST

Updated : Sep 21, 2022, 3:01 PM IST

ગાંધીનગરગુજરાત વિધાનસભાના છેલ્લા ચોમાસા સત્રનો આજથી પ્રારંભ (Gujarat Assembly Monsoon Session) થઈ ગયો છે. ગૃહની કાર્યવાહીની શરૂઆતમાં અવસાન પામેલા પૂર્વ ધારસભ્યોને 2 મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જોકે, આ 2 દિવસીય સત્રમાં કોઈ પણ પ્રશ્નોત્તરી રાખવામાં આવી નથી. તે અંગે કૉંગ્રેસે વિરોધ (Congress Leaders protest in assembly ) કર્યો હતો.

આંદોલન બાબતે ચર્ચા કરવાની માગ કરી સાથે જ કૉંગ્રેસે ગાંધીનગરમાં ચાલતા તમામ આંદોલનો અંગે શાસક પક્ષ સાથે ચર્ચા કરવા માટેની પણ રજૂઆત કરી હતી. તે સમયે કૉંગ્રેસના કેટલાક ધારાસભ્યો તો વેલમાં ધસી આવ્યા હતા. એટલે આ તમામ 11 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં (Congress Leaders Suspended) આવ્યા છે.

આંદોલન બાબતે ચર્ચા કરવાની માગ કરી

સંસદીય પ્રધાને રજૂ કર્યો પ્રસ્તાવવિધાનસભામાં વિરોધ કરતા કૉંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા સંસદીય પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (rajendra trivedi minister) પ્રસ્તાવ મૂક્યો હતો. શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani) પણ તેમના પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. ત્યારે ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યે (Gujarat Assembly Speaker Dr Nimaben Acharya) વેલમાં આવીને વિરોધ (Congress Leaders protest in assembly) કરતા ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યાં હતાં. ત્યારબાદ વિધાનસભાના નિયમ 51 (gujarat legislative assembly rules) હેઠળ ધારાસભ્યોને દૂર કરવામાં આવ્યા છે. વિધાનસભા અધ્યક્ષે આ તમામ ધારાસભ્યોને આજની કાર્યવાહીમાંથી દૂર કરવાનો હુકમ કર્યો હતો.

આ ધારાસભ્યો સસ્પેન્ડકૉંગ્રેસના ધારાસભ્ય (Congress Leaders Suspended) કનુ બારૈયા, કાન્તિ ખરાડી, પ્રતાપ દૂધાત અજિતસિંહ ચૌહાણ, ગેનીબેન ઠાકોર, વિજય પટેલ, અંબરીશ ડેર, બાબુભાઈ વાંજા, પૂના ગામિત સહિત ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને (MLA Jignesh Mevani) એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે, સસ્પેન્ડેડ ધારાસભ્યમાં પરેશ ધાનાણીનું નામ પણ હતું, પરંતુ તે વીડિયો ચેક કરીને તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. તેવો નિર્ણય વિધાનસભાનાં અધ્યક્ષે (Gujarat Assembly Speaker Dr Nimaben Acharya) કર્યો હતો.

કૉંગ્રેસના ધારાસભ્યોએ વૉકઆઉટકર્યું ગુજરાત વિધાનસભામાં રજૂઆત દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્ય વેલમાં ધસી આવ્યા હતા. અહીં તેમણે આંદોલન કર્મચારીઓ તથા ગાંધીનગરમાં આંદોલન કરતા તમામ લોકો અંગે ખાસ ચર્ચા કરવા પણ રજૂઆત કરી હતી, પરંતુ સરકારે તેમની રજૂઆત ન સાંભળતા વિપક્ષના ધારાસભ્યોએ વેલમાં આવીને પોસ્ટર વોર શરૂ કર્યું હતું. ત્યારબાદ સંસદીય પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (rajendra trivedi minister) આ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂકતા જ સસ્પેન્ડેડ ધારાસભ્યોએ ગૃહમાંથી વૉકઆઉટ (congress walkout today) કરી દીધું હતું. ત્યારબાદ તેમણે વિધાનસભા સંકુલમાં સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

આંદોલન બાબતે સરકાર ચર્ચા કરવા તૈયાર નથી હોવાનો આક્ષેપઆ અંગે કૉંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ (Congress MLA Amit Chavda) જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે આંદોલન ચાલી રહ્યા છે. તે બાબતે અમે સરકારને વિધાનસભા ગૃહમાં ચર્ચા કરવા માટેના પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તેમણે કોઈ પણ પ્રકારના પ્રસ્તાવ માન્યો નથી. કારણ કે, સરકાર આંદોલન બાબતે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવા તૈયાર નથી. અત્યારે ગુજરાતની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. દરિયામાંથી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. રાજ્ય ઉડતા ગુજરાત બની રહ્યું છે.

આ દિવાળી સરકારની છેલ્લી દિવાળી હશે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કર્મચારીઓ પોતાની માગણીને લઈને આંદોલન કરી રહ્યા છે. નિવૃત સૈનિકો હોય, આંગણવાડીની બહેનો હોય કે, પછી વનરક્ષકો હોય. તમામ લોકો સરકારના વિરોધ (Congress Leaders protest in assembly ) કરી રહ્યા છે, પરંતુ સરકાર આ બાબતે ચર્ચા કરવા માટે તૈયાર જ નથી. ત્યારે હવે આ દિવાળી ગુજરાત સરકારની છેલ્લી દિવાળી હોવાનો અમિત ચાવડાએ દાવો કર્યો હતો.

Last Updated : Sep 21, 2022, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details