ગુજરાત

gujarat

ETV Bharat / city

'ભૂલ થવી એ એક પ્રકૃતિ છે અને ભૂલને સુધારવી એ પ્રગતિ છે' : વસંત ભટોળે ભૂલ સુધારી

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ (Congress Former MLA Vasant Bhatol ) સમર્થકો સાથે પુનઃ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા (Vasant Bhatol Joins BJP) હતાં. આ સમયે તેમણે શું નિવેદન આપ્યું તે જાણવા વાંચો અહેવાલ.

'ભૂલ થવી એ એક પ્રકૃતિ છે અને ભૂલને સુધારવી એ પ્રગતિ છે' : ગાંધીનગરમાં વસંત ભટોળે કઇ ભૂલ સુધારી જૂઓ
'ભૂલ થવી એ એક પ્રકૃતિ છે અને ભૂલને સુધારવી એ પ્રગતિ છે' : ગાંધીનગરમાં વસંત ભટોળે કઇ ભૂલ સુધારી જૂઓ

By

Published : May 9, 2022, 6:45 PM IST

ગાંધીનગર- કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ (Congress Former MLA Vasant Bhatol ) આજે મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં. વસંત ભટોળ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખેસ અને ટોપી પહેરી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં (Vasant Bhatol Joins BJP) જોડાયા હતાં.

ભાજપમાં જોડાયા બાદ વસંત ભટોળે શું કહ્યું સાંભળો

આ પણ વાંચોઃ Ashvin Kotwal Joins BJP : અશ્વિન કોટવાલે કયા શબ્દોમાં પીએમ મોદીના વખાણ કર્યાં જાણો

વસંત ભટોળે સી.આર.પાટીલને શું ભેટ આપી ? -વસંત ભટોળે (Congress Former MLA Vasant Bhatol ) પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મા અંબાની ચૂંદડી અને અંબાજીની મૂર્તિની ભેટ આપી હતી. માઘ્યમો સાથે વાત કરતાં વસંત ભટોળે જણાવ્યું હતું કે, ભૂલ થવી એ એક પ્રકૃતિ છે અને ભૂલને સુધારવી એ પ્રગતિ છે. ભાજપ મારી માતૃ સંસ્થા છે. આ સંસ્થાએ મને માતા સમાન પ્રેમ આપ્યો છે. ભાજપ પાર્ટીથી દૂર રહેવાથી મને પણ ખૂબ દુઃખ થયું હતું. ભારતીય જનતા પાર્ટીએ મને અસ્તિત્વ આપ્યું છે. પાર્ટીએ મને ઓળખ આપી છે અને આજે ફરી ભારતીય જનતા પાર્ટીમાં (Vasant Bhatol Joins BJP) ઘરવાપસી કરુ છું.

ભટોળઃ ભાજપ પાર્ટીથી દૂર રહેવાથી મને પણ ખૂબ દુઃખ થયું હતું.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : કોંગ્રેસના વધુ એક નેતાએ કર્યા કેસરિયા, મેવાણીના ગઢમાં ગાબડું પાડવા ભાજપની તૈયારીઓ શરૂ

વસંત ભટોળે તમામનો આભાર વ્યક્ત કર્યો - વસંત ભટોળે (Congress Former MLA Vasant Bhatol ) વડાપ્રધાન, મુખ્યપ્રધાન, અમિત શાહ, સી.આર.પાટીલ, આંનદીબેન પટેલ તેમજ પ્રદેશના નેતાઓનો (Vasant Bhatol Joins BJP)આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પક્ષથી દૂર રહેવાની જે ભૂલ થઇ હતી તેને સુધારી આજે ભાજપમાં પ્રદેશના નેતાઓએ પ્રવેશ આપ્યો છે. પક્ષમાં કોઇ પણ જાતની શરત વગર હું જોડાયો છું અને પાર્ટી જે કામગીરી (Gujarat Assemly Election 2022 ) આપશે તે જવાબદારી સાથે નિભાવીશ.

ABOUT THE AUTHOR

...view details