- રાજ્ય સરકારે તમામ મેડિકલ હડતાલનો સુખદ અંત લાવ્યો
- રાજ્યમાં ચાલી રહેલી 3 હડતાલ પૂર્ણ
- પ્રદિપસિંહ જાડેજાએ તમામ આગેવાનો સાથે બેઠક કરી લીધો નિર્ણય
- ટીચર્સ મેડિકલ એસોસિએશન, GMERS અને નર્સ એસોસિએશનની હડતાલ પૂર્ણ
ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણ અને સતત વધવાની પરિસ્થિતિ હતી ત્યારે ગુજરાતમાં ટીચર્સ મેડિકલ એસોસિએશન, GMERS અને નર્સ એસોસિએશન દ્વારા સરકારી હોસ્પિટલોમાં હડતાલની જાહેરાત કરી હતી. જેમાં સરકાર સાથે અનેક બેઠકો બાદ પર કોઈ નિર્ણય ન આવતા આજે શુક્રવારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સાથે સમગ્ર દિવસ દરમિયાન 3 બેઠકનું અલગ-અલગ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં ચાલી રહેલ મેડિકલ વિભાગની 3 અલગ-અલગ આંદોલન અને હડતાલને સ્થગિત કરવાની જાહેરાત આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ GMERS નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની બીજા દિવસે હડતાલ યથાવત્
ટીચર્સ મેડિકલ એસોસિએશનનો મહત્વનો મુદ્દો NPA સ્વીકારાયો
રાજ્ય સરકાર દ્વારા ટીચર્જ મેડિકલ એસોસિએશનની 11 પૈકી 10 માગણી ગઈકાલે ગુરુવારે જ સ્વીકારી લેવામાં આવી હતી, પરંતુ એક માંગણીના કારણે હડતાલ પાછી ખેંચવાનું મેડિકલ એસોસિએશન દ્વારા મનાઇ ફરમાવવામાં આવી હતી, ત્યારે આજે શુક્રવારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સાથે વિગત વાત થયેલી ચર્ચા બાદ મેડિકલ એસોસિયેશને હડતાલ બંધ કરવાની જાહેરાત કરી છે. NPAનો મુદ્દો મહત્વનો હતો જે 2016થી સમગ્ર દેશમાં સાતમું પગાર પંચ લાગ્યું ત્યારથી તેણને લાભ મળતો નહોતો, પરંતુ હવે તેમને આ લાભ ટૂંક સમયમાં આપવામાં આવશે. આ ઉપરાંત આ બાબતે રાજ્ય સરકાર કાયદેસરની કાર્યવાહી કરીને તેમને લાભ આપશે તેવું પણ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.