ગુજરાત

gujarat

ETV Bharat / city

સીએમ વિજય રૂપાણીનો નિર્ણય : જનભાગીદારી કામોમાં 20 ટકા રકમ ફાળવી શકાશે - Public participation work

સીએમ વિજય રૂપાણીએ નિર્ણય જાહેર કર્યો છે કે જનભાગીદારીના કામો માટે ખાનગી સોસાયટીઓએ ભરવા પડતાં નાણાંમાં હવેથી ધારાસભ્ય-કોર્પોરેટર-નગરપાલિકાના સભ્ય પોતાની ગ્રાન્ટમાંથી 10ને બદલે 20 ટકા પોતાની સંમતિથી રકમ ફાળવી શકશે.

સીએમ વિજય રૂપાણીનો નિર્ણય : જનભાગીદારી કામોમાં 20 ટકા રકમ ફાળવી શકાશે
સીએમ વિજય રૂપાણીનો નિર્ણય : જનભાગીદારી કામોમાં 20 ટકા રકમ ફાળવી શકાશે

By

Published : Sep 1, 2021, 7:43 PM IST

  • સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે જનભાગીદારી ફાળામાં વધારો કર્યો
  • પોતાની ગ્રાન્ટમાંથી ધારાસભ્ય-કોર્પોરેટર-નગરપાલિકાના સભ્ય ફાળવી શકશે વધુ રકમ
  • ગ્રાન્ટમાંથી 10ને બદલે 20 ટકા રકમ પોતાની સંમતિથી ફાળવી શકશે

    ગાંધીનગર : રાજ્યના મહાનગરો-નગરોમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટકના કામો અન્વયે ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડ વસાહતો અને ફલેટના રહિશોને ભોગવવાના થતાં 20 ટકા ફાળાની રકમ હવે, ધારાસભ્યો, કોર્પોરેટર, નગરપાલિકાના સભ્યની ગ્રાન્ટમાંથી તેઓ પોતાની સંમતિથી ફાળવી શકશે. જે બાબતનો નિર્ણય આજે સીએમ વિજય રૂપાણીએ કર્યો છે.

ક્યાં કામો જનભાગીદારીમાં થઈ શકે
સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટક હેઠળની પ્રવર્તમાન જોગવાઇ અનુસાર ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડની વસાહતો અને ફલેટના રહેવાસીઓને આંતરિક રસ્તા ઉપર ડામર કે પથ્થરનું પેવિંગ, રિસરફેસીંગ, સિમેન્ટ કોન્ક્રીટના રોડ, સ્ટ્રીટ લાઇટ, પાણીની પાઇપલાઇન, વોટર હાર્વેસ્ટીંગ, કોમન પ્લોટના પેવરીંગ તથા ભૂગર્ભ ગટરના કામો હાથ ધરવા માટે 70 ટકા ફાળો સરકારની ગ્રાન્ટનો, 20 ટકા ખાનગી સોસાયટી દ્વારા અને 10 ટકા સ્થાનિક સંસ્થા દ્વારા ભોગવવાનો રહે છે.

સંમતિથી આપશે ગ્રાન્ટ

સીએમ વિજય રૂપાણીએ નગર સુખાકારીના કામોના વ્યાપક હિતમાં અને વધુ લોકો આવા કામોનો લાભ થઇ શકે તે માટે હવે એવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, જનભાગીદારી ઘટક અન્વયેના કામો માટે ખાનગી સોસાયટીઓએ ભરવાના થતા 20 ટકા લોક ફાળાની રકમમાં ધારાસભ્યો, કોર્પોરેટર, નગરપાલિકાના સભ્યની ગ્રાન્ટમાંથી અગાઉના 10 ને બદલે હવે 20 ટકા રકમ પોતાની સંમતિથી ફાળવી શકશે. સીએમ વિજય રૂપાણીએ આ સંદર્ભના જરૂરી આદેશો સત્વરે બહાર પાડવા માટે પણ આયોજન પ્રભાગ અને શહેરી વિકાસ વિભાગને સૂચનાઓ આપી છે.

ABOUT THE AUTHOR

...view details