- દુબઈમાં 1 ઓક્ટોબરથી શરૂ થશે દુબઈ એક્સ્પો
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી એક્સપોમાં ભાગ લેશે
- મુખ્યપ્રધાન 17 અધિકારીઓને ડેલિગેશન સાથે જશે દુબઈ
- દુબઈ એક્સપોમાં વાઇબ્રન્ટ મહોત્સવનું પણ કરાશે માર્કેટિંગ
ગાંધીનગર: દુબઈમાં 1 ઓક્ટોબરથી દુબઈ એક્સ્પો યોજાવા જઈ રહ્યું છે, જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ભાગ લેશે. મુખ્યપ્રધાન 17 અધિકારીઓના ડેલિગેશન સાથે આ એક્સ્પોમાં ભાગ લેવા જશે. આ માટે મુખ્યપ્રધાને સમગ્ર તૈયારી પણ કરી દીધી છે. મહત્ત્વની વાત કરીએ તો રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને દુબઈ એક્સ્પોમાં હાજર રહેવા પત્ર વ્યવહાર પણ કર્યો છે. જ્યારે આ દુબઈ એક્સપોમાં વર્ષ 2022માં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો રોડ મેપ પણ તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો-ઇલેક્શન એક્સપ્રેસ: વર્ષ 2022 પહેલા તમામ શહેરમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા બાબતે ચર્ચા
દુબઈ પ્રવાસની વાત કરવામાં આવતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દુબઈ એક્સપોમાં ભાગ લેવા ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં દુબઈ જશે. જ્યારે દુબઈ એક્સપોનો પ્રારંભ એક ઓક્ટોબરના રોજ થશે. આ અગાઉ પણ રાજ્યના મુખ્યપ્રધાન ઈઝરાયલ, રશિયા અને ઉઝબેકિસ્તાનના પ્રવાસે જઈને આવ્યા છે ત્યારે મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીનો આ ચોથો પ્રવાસ થશે.
આ પણ વાંચો-વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં 200 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સરદાર ધામનું કર્યું લોકાર્પણ