ગાંધીનગર જૂના સચિવાલય ખાતે આવેલ મહિલા બાળ કચેરી ખાતે સોમવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્ટેટ મેનેજમેન્ટનું નિરીક્ષણ કર્યા બાદ ઉદ્ઘાટન કર્યું હતું. રાજ્યમાં કાર્યરત આંગણવાડીઓનો ગાંધીનગરથી સીધો સંપર્ક થઈ શકે તે માટે ખાસ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરમાંથી જ ત્રણ જેટલી આંગણવાડીનો સંપર્ક સાધ્યો હતો. અને તેમની સાથે વાતચીત કરી હતી.
હવે આંગણવાડીની સ્થિતિ ગાંધીનગર બેઠા જાણી શકાશે: CM રૂપાણી - સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરનું લોકાર્પણ
ગાંધીનગર: મહિલા અને બાળ વિકાસ વિભાગમાં સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરનું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કાર્યરત તમામ આંગણવાડીઓને એક સાથે જોડવા અને ત્યાં પડતી મુશ્કેલીઓની સીધી જાણકારી મેળવવા માટે ખાસ મેનેજમેન્ટ સેન્ટર બનવવામાં આવ્યું છે. જેમાં આંગણવાડીના બહેનોની કામગીરી અંગેની તમામ માહિતી મેનેજમેન્ટ સેન્ટર માંથી પ્રાપ્ત થશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, વનપ્રધાન ગણપત વસાવા, રાજ્ય કક્ષાના શિક્ષણ અને મહિલા બાળપ્રધાન વિભાવરીબેન દવેએ નાની બાળાઓનું પૂજન કર્યું હતું.
મુખ્યપ્રધાન રૂપાણીએ આ અંગે જાહેરમાં નિવેદન આપ્યું કે, મહિલાઓ અને બાળકોના શિક્ષણ અને સુરક્ષાની બાબતમાં રાજ્ય સરકાર હંમેશા સંવેદનશીલ છે. બાળકોમાં કુપોષણ ના રહે તે માટે બાળકીઓના સ્વાસ્થ્ય અને બીજી તમામ પ્રકારની સુવિધાઓથી ભરપૂર સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ સેન્ટરને CM ડેસ્ક બોર્ડ સાથે પણ જોડવામાં આવ્યું છે.
સોમવારના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે કેબિનેટ પ્રધાન ગણપત વસાવા રાજ્યકક્ષાના પ્રધાન વિભાવરીબેન દવે તથા રાજ્યના મુખ્ય સચિવ જૈન સિંઘ હાજર રહ્યા હતા તથા તેઓએ નાની બાળકીઓનું નવલી નવરાત્રીના નવમા દિવસે પૂજન પણ કર્યું હતું.