ગુજરાત

gujarat

ETV Bharat / city

પરપ્રાંતીય લોકોનું પણ કોરોના રસીકરણ ઝડપથી હાથ ધરાશે: CM રૂપાણી - ગાંધીનગર

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં અમદાવાદ, સુરત અને કચ્છ જેવા જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં વસેલા પરપ્રાંતીય શ્રમિકો- લોકોને પણ ઝડપથી કોરોના રસીકરણમાં આવરી લેવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓના રસીકરણ માટે વ્યવસ્થા ઊભી કરવા આદેશ કર્યો છે.

vidhansabha
vidhansabha

By

Published : Apr 2, 2021, 11:34 AM IST

Updated : Apr 2, 2021, 2:53 PM IST

  • રાજ્યમાં વસતા પરપ્રાંતીય લોકોને પણ આપવામાં આવશે વેક્સિન
  • જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને વ્યવસ્થા ઊભી કરવા અપાયો આદેશ
  • રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને લેવાયો મોટો નિર્ણય

ગાંધીનગર: રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયોલી કોર કમિટીની બેઠકમાં વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવા માટે સૂચના આપવામાં આવી છે. જેનાથી પરપ્રાંતીય લોકોને પણ હવે કોરોનાથી રક્ષણ આપવામાં આવશે.

CM રૂપાણી

આ પણ વાંચો :લોકડાઉનમાં નોંધાયેલી CRPCની કલમ 188 અંતર્ગતની ફરિયાદો રદ્દ કરવા માગ

45 વર્ષથી વધુ ઉંમરનાં લોકોનું રસીકરણ ઝડપથી કરવામાં આવશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં વસતા પરપ્રાંતીય નાગરિકો- લોકો જેમની ઉંમર 45 વર્ષથી વધુ છે. તેમને કોરોના રસીકરણ ઝડપથી થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને તાકીદ કરી છે.

પરપ્રાંતિય લોકોના રહેણાંક -વિસ્તારમાં જ સત્વરે કેમ્પ યોજીને રસીકરણની તૈયારીઓ પૂર્ણ કરાઈ

સુરત શહેરમાં વસવાટ કરતા પરપ્રાંતિય નાગરિકો- લોકોના સમાજના અગ્રણીઓને સાથે રાખીને ટેક્ષટાઇલ તેમજ ડાયમન્ડ એસોસિયેશનના પ્રતિનિધિઓના પરામર્શમાં રહીને પરપ્રાંતિય લોકો- પરિવારોના રહેણાંક -વિસ્તારમાં જ સત્વરે કેમ્પ યોજીને વેક્સિનેશન માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો :લવ જેહાદ બિલ વિધાનસભા ગૃહમાં અંતિમ દિવસે રજૂ કરાશે

આ કામગીરી ઝડપથી ઉપાડવાની સૂચનાઓ જિલ્લા વહિવટીતંત્રને આપી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ, કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં પણ આવા પરપ્રાંતિય લોકો માટે વેક્સિનેશનની સ્ટ્રેટેજી બનાવીને આ કામગીરી ઝડપથી ઉપાડવાની સૂચનાઓ જિલ્લા વહિવટીતંત્ર અને શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનરોને આપી છે.

Last Updated : Apr 2, 2021, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details