ગુજરાત

gujarat

By

Published : Jun 16, 2021, 10:19 PM IST

ETV Bharat / city

કોરોનાની ત્રીજી લહેર માટે મુખ્યપ્રધાન રૂપાણીએ સિનિયર IAS અધિકારીઓને જવાબદારી સોંપી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેર સામે રાજ્ય સરકારના આગોતરા આયોજનથી રાજ્યમાં આ લહેર દરમિયાન ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય, આરોગ્ય વ્યવસ્થા સુદૃઢ બને અને રાજ્યની હોસ્પિટલોમાં બેડ વગેરે વ્યવસ્થાઓનું રિયલ ટાઇમ મોનીટરિંગ થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે રાજ્યના વરિષ્ઠ સચિવોને જવાબદારીઓ સોંપી છે.

કોરોનાની ત્રીજી લહેર માટે મુખ્યપ્રધાન રૂપાણીએ સિનિયર IAS અધિકારીઓને જવાબદારી સોંપી
કોરોનાની ત્રીજી લહેર માટે મુખ્યપ્રધાન રૂપાણીએ સિનિયર IAS અધિકારીઓને જવાબદારી સોંપી

  • રાજ્ય સરકારના એક્શન પ્લાન બાદ જવાબદારી પ્લાન
  • રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવોને વિવિધ જવાબદારીઓ સોપાઈ
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અધિકારીઓને સોંપી જવાબદારી


ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આજે બુધવારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારે રાજ્ય સરકારે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં લઈને એક્શન પ્લાન રજૂ કર્યો હતો. ત્યારે આજે કોરોનાની ત્રીજી લહેરમાં કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે રાજ્યના સચિવોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

કોરોનાની ત્રીજી લહેર માટે મુખ્યપ્રધાન રૂપાણીએ સિનિયર IAS અધિકારીઓને જવાબદારી સોંપી

3 મહિનામાં વ્યવસ્થાઓ કાર્યરત થાય તે બાબતની સૂચના

મુખ્યપ્રધાન રૂપાણીએ સચિવો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક કોર કમિટીની બેઠક સાથોસાથ યોજીને આ બધી જ વ્યવસ્થાઓ આગામી ત્રણ મહિનામાં સંપૂર્ણપણે કાર્યરત થાય તે માટેની લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા અને પરામર્શ કરીને સ્પષ્ટ સુચનાઓ આપી હતી. જે જે સચિવોને સંભવિત થર્ડ વેવના સામના માટેના આગોતરા આયોજનની જવાબદારી સોંપી છે તેમને આવતીકાલ ગુરૂવારથી જ તેમને સોંપાયેલી કામગીરી યુદ્ધના ધોરણે ત્વરાએ ઉપાડી લેવા સૂચનાઓ આપી હતી.

ખાલી બેડની મળશે માહિતી

રાજ્યના હોસ્પિટલોમાં ખાલી બેડની માહિતી લોકોને સરળતાથી મળી રહે તે માટે અદ્યતન ટેકનોલોજી સાથેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર રહેશે અને જિલ્લાઓમાં ઉભા કરી તેનું સીધું જોડાણ સ્ટેટ લેવલે સી.એમ. ડેશબોર્ડ સાથે કરી રિયલ ટાઇમ મોનીટરીંગ થાય તેવી વ્યવસ્થાઓ પણ ત્વરિત પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. ખાસ કરીને હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર, જરૂરી દવાઓ, ટેસ્ટ કીટ અને ઇન્જેકશનોનો જથ્થો પણ આગોતરા આયોજન સાથે મેળવી લેવા સંબંધિત સચિવોને સૂચન કર્યું હતું.

વેક્સિનેશન પર ભાર

મુખ્યપ્રધાન રૂપાણીએ કોરોનાથી બચવાના આગોતરા શસ્ત્ર એવા વેક્સિનેશનનો વ્યાપ નગરો, શહેરો અને ગ્રામ્ય સ્તરે ઝૂંબેશરૂપે ખાસ મુવમેન્ટથી ચલાવવા તાકીદ કરી હતી અને પોલીંગ બુથની પેટર્ન પર વેકસીનેશન સેન્ટર શરૂ કરીને વધુને વધુ લોકોને વેક્સિનેશન અંતર્ગત આવરી લેવા એન.જી.ઓ., સેવા સંગઠનો, પદાધિકારીઓ વગેરેનો સહયોગ લેવાનું પણ સૂચન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details