- રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ભાવનગરની મુલાકાતે
- ભાવનગરને મળશે કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
- 292 પરિવારને આપવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિનાઓ બાકી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અનેક જિલ્લાઓમાં અને શહેરમાં વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવી રહ્યું છે. ત્યારે મંગળવારે 20 જુલાઈના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ભાવનગર શહેરમાં 70 કરોડના કાર્યોનું લોકાર્પણ કરશે.
ભાવનગરને મળશે કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીયુટ
આવતીકાલે મંગળવારના રોજ રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ભાવનગરમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સંચાલિત ભાવનગર કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સર ટી હોસ્પિટલમાં આવશે.
ભાવનગરમાં કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવામાં આવશે
કેન્સર જેવા જટીલ રોગની સારવાર માટે સૌરાષ્ટ્રના ખાસ કરીને ભાવનગર બોટાદ અને અમરેલી જિલ્લાના લોકોને અમદાવાદ સુધી સારવાર માટે આવવું ન પડે તે માટે ભાવનગરમાં કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવામાં આવશે. જેનું લોકાર્પણ આવતીકાલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને આરોગ્ય પ્રધાનના હસ્તે કરવામાં આવશે. આ કેન્સર કેર યુનિટ કુલ 32.11 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે.