ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કેવડીયા રેલવે સ્ટેશન પ્રોજેકટ અને ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન પરિસરમાં નિર્માણાધીન હોટેલ પ્રોજેકટના કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી.
SoU રેલમાર્ગે જોડતા કેવડીયા રેલવે સ્ટેશન તથા ગાંધીનગરમાં નિર્માણાધીન હોટેલ પ્રોજેકટની સમીક્ષા કરતાં CM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યૂનિટીને રેલમાર્ગ સાથે જોડવો અને ગાંધીનગર રેલવે સ્ટેશન પર નિર્મિત થતી ફાઇવસટાર હોટલ આ બંને પ્રોજેક્ટનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ બંને પ્રોજેક્ટ હવે પૂર્ણતાને આરે છે. ત્યારે પ્રોજેક્ટ વધુ ઝડપથી પૂર્ણ બને તે માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
SoU રેલમાર્ગે જોડતાં કેવડીયા રેલવે સ્ટેશન અને ગાંધીનગરમાં નિર્માણાધીન હોટેલ પ્રોજેકટની સમીક્ષા કરતાં CM
ઉપરાંત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન પરિસરમાં ગરૂડ પ્રોજેકટ અંતર્ગત આકાર પામી રહેલી હોટલની બાંધકામ પ્રગતિનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું, આ હોટેલ પ્રોજેકટમાં સિવિલ વર્ક લગભગ પૂર્ણ થઇ ગયું છે અને હાલ ઇન્ટીરીયર અને ફરનીશીંગના કામો પ્રગતિમાં છે. આમ હોટેલ પ્રોજેકટમાં પણ બહુધા કામગીરી પૂર્ણ થવામાં છે ત્યારે બાકી રહેલી કામગીરી ઝડપી પૂર્ણ થાય તે માટે પણ તેમણે સૂચનો કર્યા હતાં.