ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર જિલ્લામાં વર્ગ 1 અને 2ના અધિકારીઓ ગામેગામ સર્વે કરી રહ્યાં છે

કોરોનાવાયરસને ધ્યાનમાં લઈને ગાંધીનગર જિલ્લામાં ર્ગ 1-2ના અધિકારીઓને ફિલ્ડમાં જવા માટેના ખાસ આદેશ આપવામાં આવ્યાં છે. ગાંધીનગર જિલ્લાના ડી.ડી.ઓ આર આર રાવલે જણાવ્યું હતું કે ગાંધીનગર જિલ્લામાં 72 ટીમ ફિલ્મમાં કામ કરી રહી છે જ્યારે આરોગ્યની 502 જેટલી ટીમ તમામ જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે જઈને સર્વે કરી રહી છે આ સાથે જ ગાંધીનગર જિલ્લાના 23 વર્ગ 1 અને 2 ના અધિકારીઓ ઘરે ઘરે જઈને તપાસ કરી રહ્યાં છે. સાથે જ લોકોને પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુ, દવા અંગેની માહિતી મેળવીને પુરવઠો સપ્લાય કરવામાં આવી રહ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં વર્ગ 1 અને 2ના અધિકારીઓ ગામેગામ સર્વે કરી રહ્યાં છે
ગાંધીનગર જિલ્લામાં વર્ગ 1 અને 2ના અધિકારીઓ ગામેગામ સર્વે કરી રહ્યાં છે

By

Published : Apr 25, 2020, 2:21 PM IST

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લા બાબતે ડીડીઓ આર.આર. રાવલે જણાવ્યું હતું કે ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામમાં હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લામાં અત્યારે સખીમંડળ દ્વારા 75 હજાર જેટલા માસ્ક તૈયાર કરવામાં આવ્યાં છે. દરેક ગ્રામ્ય વિસ્તારમાં ગામની સુરક્ષા માટે સ્વયંસેવકોની ટીમ પણ ખડેપગે પોતાની ફરજ બજાવી રહી છે રાજ્ય સરકાર દ્વારા જે મનરેગા અભિયાન શરૂ કરવામાં આવ્યું તેમાં ગાંધીનગર જિલ્લામાં પણ મનરેગા અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે જેમાં શરૂઆતના દિવસોમાં જ 302 શ્રમિકો કામે લાગી ગયાં હતાં. ગાંધીનગર જિલ્લાના 85,537 ખેડૂતોના ખાતામાં 2000 લેખે કુલ 16.70 કરોડ જમા કરવામાં આવ્યાં છે.

ગાંધીનગર જિલ્લામાં વર્ગ 1 અને 2ના અધિકારીઓ ગામેગામ સર્વે કરી રહ્યાં છે
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી 200 રેપિડ ટેસ્ટ કીટ ગાંધીનગર જિલ્લા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેના દ્વારા પણ ટેસ્ટિંગ શરુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સુપર સ્પ્રેડર્સ કહી શકાય તેવા શાકભાજીના ફેરિયાઓ તથા અન્ય લોકોનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લામાં કોરોના વાયરસ વધુ વકરે નહીં તે માટે ગાંધીનગર જિલ્લા તંત્ર દ્વારા ખાસ માઈક્રો પ્લાનિંગ પણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details