ગુજરાત

gujarat

ETV Bharat / city

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર અને રાજકોટ મહાનગરોમાં વધુ બે ટાઉન પ્લાનીંગ સ્કીમ કરી મંજૂર - Rajkot

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર (ગુડા)ની ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં. 26 અને રાજકોટ કોર્પોરેશનની પ્રિલીમીનરી ટી.પી.સ્કીમ નં. 32 (રૈયા)ને મંજુરી આપી છે. શહેરી ક્ષેત્રોના આયોજનબદ્ધ સાતત્યપૂર્ણ વિકાસની નેમ મુખ્યપ્રધાન દ્વારા મુકવામાં આવી છે. સરકાર દ્વારા શહેરી વિકાસ વિભાગના અધિકારીઓને શક્ય તે ઝડપથી ટી.પી.સ્કીમો પૂર્ણ કરવા સુચના આપવામાં આવી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી

By

Published : Sep 5, 2021, 5:20 PM IST

  • મહાનગરોમાં વધુ બે ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરાઈ
  • રાજકોટની ટી.પી.સ્કીમ નં. 32 (રૈયા)ને મંજૂરી આપી
  • ઝડપથી ટી.પી. સ્કીમો પૂર્ણ કરવા સુચના અપાઈ

ગાંધીનગર : વિજયભાઇ રૂપાણીએ સુઆયોજિત નગર આયોજનની દિશામાં આગળ વધતા વધુ બે ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ બન્ને ટી.પી.સ્કીમને ત્વરિત મંજૂરી આપતા ગાંધીનગર અને રાજકોટ શહેર માટે વિકાસની વધુ તકો ખુલશે. ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (ગુડા)ની ડ્રાફ્ટ ટાઉન પ્લાનીંગ સ્કીમ નં 26, (વાસણા, હડમતિયા, ઉવારસદ, વાવોલ) ની આશરે 100 હેક્ટર્સ વિસ્તારની ટી.પી.ને મંજૂરી આપી છે.

ગાંધીનગર શહેરના રસ્તાઓ પહોળા બનાવવામાં આવશે

આ ટી.પી. થવાથી વિકાસની વ્યાપક તકો વધશે. કારણ કે, ગાંધીનગરના વિકાસ આયોજનને આગળ વધારતા પહોળા રસ્તાઓ સુચવવામાં આવ્યા છે. ગુડાની આ ટી.પી.થી જાહેર સુવિધા માટે આશરે 32,178 ચો.મી. જમીન, બાગ-બગીચા અને ખુલ્લી જગ્યા માટે 34,738 ચો.મી. તથા સ્કુલ માટે 12,965 ચો.મી. જમીન ઉપરાંત સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે 12,746 ચો.મી. જમીન પ્રાપ્ત થશે.

વેચાણના હેતુ માટે આશરે 81,121 ચો.મી. જેટલા પ્લોટો સંપ્રાપ્ત થશે

આ ઉપરાંત આંતરમાળખાકીય સવલતોને પહોંચી વળવા, વેચાણના હેતુ માટે પણ આશરે 81,121 ચો.મી. જેટલા પ્લોટો સંપ્રાપ્ત થશે. આમ ગુડા દ્વારા મંજૂરી અર્થે થયેલી ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 25 ને અગાઉ મંજૂરી બાદ હવે આ ટી.પી.સ્કીમ નં. 26 ને ખુબ જ ટુંકા સમયમાં સરકારની મંજૂરી મળી ગઇ છે.

રાજકોટની ટી.પી. સ્કીમ 367.00 હેક્ટર્સનું વિશાળ ક્ષેત્રફળ ધરાવે છે

વિજયભાઈએ આ ઉપરાંત રાજકોટની સ્માર્ટ સીટીની પ્રિલીમીનરી ટી.પી.સ્કીમ નં. 32 (રૈયા)ને પણ મંજૂરી આપી છે. સપ્ટેમ્બર-2018માં જ મંજૂર કરાયેલી આશરે 367.00 હેક્ટર્સનું વિશાળ ક્ષેત્રફળ ધરાવતી આ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમની પ્રારંભિક યોજનાને પણ તેમણે મંજૂરી આપતા રાજકોટમાં નવા રેસકોર્સ વિસ્તાર તરીકે પ્રસિધ્ધ સ્માર્ટ સીટીની આ સ્કીમમાં વિકાસની વિપુલ તકો ઉભી થઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ સ્માર્ટ સીટીની ટી.પી.ના વિકાસ અર્થે ઘણી મોટી ગ્રાંટની ફાળવણી કરવામાં આવતી હોવાથી આ ટી.પી.સ્કીમ એક અતુલ્ય નજરાણું બની રહેશે.

સ્માર્ટ સીટીની સદર સ્કીમમાં ઘણાં પહોળા રસ્તાઓનું આયોજન કરાયું છે

સ્માર્ટ સીટીની સદર સ્કીમમાં ઘણાં પહોળા રસ્તાઓનું આયોજન કરાયેલું છે. જેમાં 24.00 મીટર, 36.00 મીટર, 45.00 મીટરથી 60.00 મીટર સુધીનું રસ્તાકીય માળખુ સુચિત છે. વધુમાં આ ટી.પી.માં સામાજિક માળખાગત સુવિધાઓ માટે આશરે 4,08,551 ચો.મી. પ્લોટ, સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના રહેણાંક માટે 1,26,565 ચો.મી.ના પ્લોટ તથા ખુલ્લી જગ્યા, બગીચા માટેના આશરે 1,76,221 ચો.મી.ના પ્લોટ તથા વેચાણના હેતુ માટે 1,39,604 ચો.મી. જમીન સંપ્રાપ્ત થશે.

ABOUT THE AUTHOR

...view details