ગુજરાત

gujarat

ETV Bharat / city

કેન્દ્રીય ગૃહપ્રધાનની E-FIR સેવાને લઈને ટકોરઃ ગુજરાતમાં CCTV કંટ્રોલ હજુ ઓછા

ગુજરાતમાં વાહન ચોરી અને મોબાઈલ ચોરીના કિસ્સા અવારનવાર બનતા હોય છે. (Vehicle and mobile theft) ચોરીની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનનના ધક્કા ખાવા પડતા હોય છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે શનિવારે નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીમાં FIR ઓનલાઇન નોંધવાની સુવિધાનું(FIR online registration facility) લોન્ચિંગ કર્યું છે. જયારે આ તમામ આયોજન માટે અમિત શાહનું રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું હતું કે રાજ્યમાં હજૂ CCTV કેમેરા પૂરતા નથી.

કેન્દ્રિય ગૃહપ્રધાનની E-FIR સેવાને લઈને ટકોર સિસિટીવી કંટ્રોલ હજુ ઓછા
કેન્દ્રિય ગૃહપ્રધાનની E-FIR સેવાને લઈને ટકોર સિસિટીવી કંટ્રોલ હજુ ઓછા

By

Published : Jul 23, 2022, 6:13 PM IST

Updated : Jul 23, 2022, 8:59 PM IST

ગાંધીનગર:રાજ્યમાં નાગરિકોને વાહન ચોરી અને મોબાઈલ ચોરીમાં પોલીસ ફરિયાદ બાબતે કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અને સમયનો બગાડ ન થાય. તેને ધ્યાનમાં લઈને આજે કેન્દ્રીય ગૃહ પ્રધાનમંત્રી સાહેબ ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીમાંથી(National Forensic Sciences University) ઓનલાઈન FIRની સુવિધાનું લોન્ચિંગ કર્યું હતું. રાજ્યના મોટા શહેરોમાં સ્થાપવામાં આવેલા CCTV નેટવર્કના આધારેથી આ ચોરીનો ભેદ ઉકેલવામાં આવશે. અમિત શાહે રાજ્ય સરકારના વિભાગને પણ ટકોર કરી હતી કે રાજ્યમાં 7000 CCTVકેમેરા પૂરતા નથી.

અમિત શાહે રાજ્ય સરકારના વિભાગને પણ ટકોર કરી હતી કે રાજ્યમાં 7000 CCTVકેમેરા પૂરતા નથી.

કેવી રીતે ચોરીના વાહનો ઝડપાશે -આ E-FIR સેવાને ગુજરાત રાજ્ય પોલીસ CCTVકમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે સંકલન કરવામાં આવ્યું છે જ્યારે ઇ એફઆઇઆર નોંધાય ત્યારે ચોરી થયેલ વાહનો કોઈ ગુનેગાર લઈને જાહેર રસ્તા પરથી પસાર થતા હોય તે વાહન નંબર CCTVકમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે તરત જ ફ્લેશ થશે જેનાથી ચોરીના ગુના તાત્કાલિક ધોરણે ડિટેક્ટ કરી શકાશે.

વાહન ચોરી અને મોબાઈલ ચોરી ના બાબતે ઓનલાઈન FIRની સિસ્ટમ લોન્ચ

આ પણ વાંચો:કેન્દ્રિય ગૃહપ્રધાને E-FIRનો કરાવ્યો પ્રારંભ, હવે નહીં ખાવા પડે પોલીસ સ્ટેશનના ધક્કા

7000CCTV કેમેરા પૂરતા નથી - કેન્દ્રીય ગૃહ અને સહકાર અમિત શાહે ઓનલાઈન FIRનું લોન્ચિંગ(Launching of online FIR) કર્યા બાદ પોતાના સંબોધનમાં રાજ્ય સરકારને ટકોર કરી હતી કે, 7000 CCTVકેમેરા એ પૂછતા કેમેરા નથી. જ્યારે આવનારા દિવસમાં રાજ્ય સરકાર રાજ્યના તમામ મોટા ધાર્મિક સ્થળો તમામ ખાનગી સોસાયટીઓ રાજ્યના તમામ રેલવે સ્ટેશન નો એરપોર્ટ અને બસ સ્ટેન્ડના CCTV કેમેરાને પણ નેત્રમમાં જગ્યા આપવામાં આવે, જેથી તાત્કાલિક ધોરણે કોઈપણ ઘટનાને રોકી શકાય. આ ઉપરાંત રાજ્યના બંદરોને પણ CCTVથી સજ્જ કરીને આ સમગ્ર નેટવર્કનુ પ્રસારણ કંટ્રોલ સેન્ટર ખાતે થાય તેવી સૂચના આપી હતી.

તે વાહન નંબર સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે તરત જ ફ્લેશ થશે જેનાથી ચોરીના ગુના તાત્કાલિક ધોરણે ડિટેક્ટ કરી શકાશે..

ગુજરાતના 16 વર્ષના યુવાને પૂછો કરફ્યુ એટલે શું ? -કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતના ગૃહ વિભાગની કામગીરી(Functioning of Home Department of Gujarat) બાબતે અનેક મહત્વના નિવેદનો કર્યા હતા. અમિત શાહે પોડિયમમાં બેઠેલા તમામ લોકોને પ્રશ્ન કર્યો હતો કે, તમે બહાર જઈને કોઈપણ ગુજરાતના 16 વર્ષના યુવાઓને પૂછો કરફ્યુ એટલે શું તો તેનો કોઈ પણ પ્રકારનો જવાબ નહીં હોય. કારણ કે, તે યુવાને કરફ્યુ એટલે શું તે ખબર જ નથી. જ્યારે ભૂતકાળમાં 365 દિવસમાંથી 200 દિવસ તો અમદાવાદ શહેરમાં કરફ્યુ રહેતો હતો. જો કોઈ શહેરના કોટ વિસ્તારમાં જાય તો તેમના પરિવારજનો મીટ માંડીને તેમની રાહ જોતા હતા. ક્યારેક આવશે આમ આવી રીતે લોકો ભયના ઓઠા હેઠળ જીવતા હતા. જ્યારે ગુજરાતમાં ભાજપ સરકારે પહેલે સુરક્ષા બાબતે નક્કર પગલા ઉઠાવ્યા છે.

કાયદો વ્યવસ્થા હવામાં લટકીને મજબૂત ના થાય - કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની વાત કરી હતી કે, ભૂતકાળમાં 365 દિવસમાંથી 200 દિવસ અમદાવાદમાં કર્ફ્યુ રહેતા રહેતા હતા. ચેક પણ ક્લિયરિંગ થતા ન હતા અને આ બાબતનો સત્તાવાર રેકોર્ડ પણ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે છે. જ્યારે પોરબંદરનો દરિયાકિનારો દાણચોરી માટે ખૂબ જ પ્રખ્યાત હતો. કચ્છમાંથી ઘૂસણખોરી પણ અત્યંત થતી હતી. આ આજે હવે ભૂતકાળ બન્યો છે 1995માં ગુજરાતમાં ભાજપની સરકાર આવી અને ત્યારબાદ વર્ષ 2001માં ભાજપની મોદી સરકાર આવ્યા બાદ ગુજરાત પોલીસે અનેક કઠોળ પગલા લીધા છે. આજે પણ આ પરિવર્તનનું કામકાજ ચાલુ જ છે. જ્યારે કાયદો વ્યવસ્થા અને હવામાં લટકાવીને મજબૂત કરી શકાય, પરંતુ તેનો સત્તાવાર રીતે ઉપયોગ થાય તો જ કાયદો અને વ્યવસ્થા મજબૂત બની શકે.

આ પણ વાંચો:36મી નેશનલ ગેઇમ્સ સપ્ટેમ્બર 2022માં રમશે ભારત, થયો આવો રોચક લોગો લોન્ચ

વાહન ચોરીની વિગતો - કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે વાહન ચોરી અને મોબાઈલ ચોરીના બાબતે ઓનલાઈન FIRની સિસ્ટમ લોન્ચ કરી છે ત્યારે વર્ષ 2021 ની મળતી માહિતી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાહન ચોરીની ઘટનાઓ બની છે. જે પૈકી ગુજરાત પોલીસે 2354 જેટલા વાહનો શોધી કાઢ્યા છે.

બોડી વોર્ન કેમેરા રાજ્યભરમાં ઉદઘાટન - રાજ્યમાં અનેક વખત ટ્રાફિક પોલીસ અને વાહનચાલક એકબીજાની સામે આવી જાય છે. માથાકૂટના દ્રશ્ય પણ સર્જાય છે, પરંતુ હવે આવું એક પણ વખત ન થાય ત્યારે ધ્યાનમાં લઈને રાજ્યના વિભાગ દ્વારા તમામ પોલીસ જવાનોને બોડી વોર્ન કેમેરા(Body Worn Camera) ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ઉપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે, પોલીસને આજે વિવિધ ભેટ મળી છે. ગુજરાતની બેદાયિકાની સુચેતા જવાબદાર રહે છે. જ્યારે પહેલા રાજ્યમાં અસામાજિક તત્વોથી ઓળખાતું હતું, પરંતુ પહેલા વિકાસને રૂંધી નાખ્યો હતો. હવે ગુજરાત ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે.

ગુજરાત પોલીસ દેશભરમાં શ્રેષ્ઠ ગણાય છે -જ્યારે બોડી વોન્ટ કેમેરાથી પ્રજા અને પોલીસ વચ્ચે મિત્રનું સમાન કામ કરશે જ્યારે રાજ્ય કક્ષાના અર્થસંગ જોઈએ કહ્યું હતું કે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત સાહેબ પોલીસ માટે લીધેલા નિર્ણયોને કારણે જ ગુજરાત પોલીસ દેશભરમાં શ્રેષ્ઠ ગણાય છે જ્યારે આજે ટ્રેન નેત્રની શરૂઆત થઈ છે આધુનિક ટેકનોલોજીના કારણે 1500 જેટલા ચોરીના કેસ 900 જેટલા અકસ્માતના કેસ અને સાંજ સુધી વધુ અન્ય કેસોનો ઉકેલ પણ આવ્યો છે..

Last Updated : Jul 23, 2022, 8:59 PM IST

ABOUT THE AUTHOR

...view details