- વધુ ફોન આવતા કોલ કનેક્ટિવિટીમાં સમસ્યા સર્જાઈ
- રોજના મોટી સંખ્યામાં ફોન આવતા વેઇટિંગ ચાલે છે
- 14 જેટલી ગાડી હોવા છતા ગાંધીનગરમાં 2 કલાકના વેઇટિંગ
ગાંધીનગર:કોરોનાના કારણે હવે 108 કોલ કનેક્ટિવિટીમાં પણ સમસ્યા સર્જાઇ રહી છે. એક સાથે અઢળક ફોન આવતા કોલ કનેક્ટિવિટીમાં થોડો સમય સવારે ફોન ન લાગતા પેશન્ટ પરેશાન થયા હતા. જોકે ઘણી જગ્યાએ ફોન ચાલુ પણ હતા. ગુજરાત અલગ-અલગ શહેરોમાં આ પ્રકારની કનેક્ટિવિટીની સમસ્યા સર્જાઇ હતી. 108માં રોજના 25 હજારથી વધુ ફોન આવી રહ્યા છે. આટલા મોટો ફોનનો ફ્લો આ પહેલા ક્યારેય ન હતો. જે કોરોનાના કારણે વધ્યો છે. આ ઉપરાંત 108ની પેશન્ટ માટેની લાઈનો પણ હોય છે. જ્યાં સુધી ઇમરજન્સી પેશન્ટ એડમિટ ન થાય ત્યાં સુધી 108માં જ રહે છે. જેથી વેઈટિંગ પણ છે.
આ પણ વાંચો:અમદાવાદમાં 108 એમ્બ્યુલન્સને શબવાહિની એમ્બ્યુલન્સમાં ફેરવવામાં આવી
5 ચેનલમાં એક સાથે 700 કોલ આવી રહ્યા છે
રાજ્યમાં કોરોનાના કેસો વધતા લોકોના 108 પર ફોન પણ વધી જતા ત્રણ ચેનલો નવી શરૂ કરવાની ફરજ પડી હતી. એક સમયે એક ચેનલ પર 120થી વધુ ફોન આવે છે. કોરોના પહેલા બે ચેનલ હતી અત્યારે વધારીને ટોટલ 5 જેટલી ચેનલ 108ની કરાઈ છે. જેમાં પાંચેય ચેનલમાં એક સમયે એક સાથે 600થી 700 ફોન આવી રહ્યા છે. રાજ્યમાં દિવસના 25 હજારથી વધુ ફોન 108ના રોજના આવે છે. આટલી મોટી ચેનલ હોવા છતાં પણ મોટી સંખ્યામાં ફોન આવી રહ્યા છે.