ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં આજે 12 વાગે મળશે કેબિનેટ બેઠક, શાળાઓ ફરી શરૂ કરવા અને 5 વર્ષની ઊજવણી બાબતે થશે ચર્ચા

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) અધ્યક્ષતામાં આજે બપોરે 12 વાગ્યે કેબિનેટ બેઠકનું (Cabinet Meeting) આયોજન કરવામાં આવ્યું છે. દર બુધવારે યોજાતી કેબિનેટ બેઠક (Cabinet Meeting) આજે ગુરૂવારે યોજવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. બુધવારે બકરી ઈદની રજા હોવાના કારણે બેઠક રદ કરવામાં આવી હતી. તો આ બેઠકમાં કયા મુદ્દે ચર્ચા થઈ શકે છે જુઓ.

rupani
rupani

By

Published : Jul 22, 2021, 10:49 AM IST

Updated : Jul 22, 2021, 1:32 PM IST

  • રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani)ની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક (Cabinet Meeting)
  • કોરોના સંક્રમણ ઘટતા શાળાઓ શરૂ કરવા થઈ શકે છે ચર્ચા
  • મુખ્યપ્રધાન તરીકે પાંચ વર્ષ પૂર્ણ થતા ઉજવણી બાબતેનું આયોજન
  • કોરોના વેક્સિનેશન (Corona Vaccination) વધુ ઝડપી કરવા બાબતે પણ થશે મહત્વના નિર્ણયો

ગાંધીનગરઃ બુધવારે બકરી ઈદની રજા હોવાના કારણે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ નહતી. ત્યારે આજે ગુરૂવારે બપોરે 12 વાગ્યે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. તો આ બેઠકમાં કોરોનાનું સંક્રમણ ઘટતાં ધોરણ 9થી 12ની શાળાઓ ઓફલાઇન (Offline) શરૂ કરવા બાબતે પ્રાથમિક ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મોટી કોર કમિટી (Core Committee)માં તેનો અંતિમ નિર્ણય કે રાજ્યમાં શાળાઓ શરૂ કરવી કે નહીં તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો ધોરણ 10 અને 12ની બોર્ડની રિપીટરની પરીક્ષા પણ સફળતાપૂર્વક યોજાઈ રહી છે ત્યારે આવનારા દિવસોમાં રાજ્ય સરકાર ધોરણ 9થી 12ના વર્ગ ખંડમાં શિક્ષણની શરૂઆત કરે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચો-પાટીલ પાવરને એક વર્ષ પૂર્ણઃ કહી ખુશી કહી ગમ, 2022ની ચૂંટણી જીતવી સૌથી મોટો પડકાર

પ્રધાનો પાસે માગવાઈ વિગતો, 5 વર્ષ ની થશે ઉજવણી

આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (CM Vijay Rupani) રાજ્યના તમામ પ્રધાનો પાસેથી છેલ્લાં 5 વર્ષની સારી કામગીરીની વિગતો મગાવી છે. 7 ઓગસ્ટે રાજ્યના મુખ્યપ્રધાન તરીકે પાંચ વર્ષ પૂર્ણ કરનારા અને ભાજપના બીજા મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષ પૂર્ણ કરનારા વિજય રૂપાણીએ રાજ્યના તમામ પ્રજાજનો પાસે સારી કામગીરીનો રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો છે. આ રિપોર્ટના આધારે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (CM Vijay Rupani) 5 પ્રધાનોની કમિટી રચી છે. તે કમિટીમાં પણ ચર્ચા થશે અને ત્યારબાદ ઉજવણીનો રોડ મેપ પણ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો-સંસદમાં ઉછળ્યો પેગાસસ ફોન ટેપિંગનો મુદ્દો, જાણો વિજય રૂપાણીએ શું કહ્યું?

કોરોના વેક્સિનેશન (Corona Vaccination) અંગે પણ ચર્ચા થશે
રાજ્યમાં બુધવાર અને રવિવારના રોજ વેક્સિનેશન (Corona Vaccination) બંધ રાખવામાં આવે છે ત્યારે આ બે દિવસની રજા અને ધ્યાનમાં લઈને બાકીના અન્ય પાંચ દિવસમાં વધુમાં વધુ ઝડપથી થાય અને કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona)ને અટકાવી શકાય તે માટે પણ કેબિનેટ બેઠકમાં ખાસ પ્રકારનું આયોજન સાથે ચર્ચા કરવામાં આવશે.

Last Updated : Jul 22, 2021, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details