ગાંધીનગર- ગાંધીનગર ખાતે આજે (બુધવારે) કેબિનેટ બેઠકનું (Cabinet Meeting in Gandhinagar) આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 11 મેના રોજ રાજ્યના જનતાને લગતા મહત્વના નિર્ણય કેબિનેટની બેઠકમાં કરવામાં આવશે 10:00 વાગે કેબિનેટ હોલમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.
પાણી મુદ્દે ચર્ચા- લોકોને ગુજરાત રાજ્યમાં ઉનાળાની સિઝન જામી છે અને દિવસે ને દિવસે ગરમીનો પારો વધતો જાય છે ત્યારે રાજ્યના જળાશયોમાં 50 ટકા જેટલું જ પાણી અત્યારે આજે સ્ટોકમાં છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી ટેન્કર મારફતે આપવામાં આવી રહ્યું છે. આમ વધુ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી ટેન્કરો મારફતે આપવામાં ન આવે તે બાબતનું ખાસ વિશેષ આયોજન (Discussion on drinking water in the cabinet meeting) ફરીથી કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.
હેન્ડ પમ્પનું રીપેરીંગ અભિયાન- રાજ્યમાં ઉનાળાની સિઝનમાં પીવાનું પાણી ખૂબ જ મહત્વનું હોય છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં હેડપંપ બગડી ગયા હોવાની ફરિયાદ પર રાજ્ય સરકારના મળે છે કે તે અઠવાડિયાની વાત કરવામાં આવે તો બતાવી જેટલી ફરિયાદો હજી સુધી પેન્ડિંગ હતી. ત્યારે ફરીથી કેટલી ફરિયાદ આવી અને હેડ પંપ કેટલા બગડેલા છે તે બાબતને પણ વિશેષ તકેદારી સાથેનું આયોજન રાજ્યના કેબિનેટ બેઠકમાં ( Cabinet Meeting in Gandhinagar ) થઈ શકે છે. આમ અગાઉ પણ રાજ્ય સરકારે મહત્વનીજાહેરાત કરી હતી કે જેટલા પણ હેન્ડ પંપ ખરાબ છે તેમાં સરકાર તાત્કાલિક ધોરણે રીપેર કરશે ત્યારે કેટલા હેડ પંપ રીપેર કરવામાં આવ્યા છે અને કેટલા હજુ રીપેર કરવાના બાકી છે તે બાબતે પણ ચર્ચા (Discussion on drinking water in the cabinet meeting)કરવામાં આવશે.