ગાંધીનગર : ગુજરાતમાં ઉનાળામાં આકરો તાપ પડી રહ્યો છે અને પશુઓ માટે પાણીની ફરિયાદો (Drinking water complaint) પણ રાજ્ય સરકાર સમક્ષ આવી રહી છે. આ સાથે જ ગુજરાતના અનેક એવા જિલ્લાઓને ગ્રામ્ય વિસ્તારો છે કે જે પીવાના પાણીની પોકાર લોકો કરી રહ્યા છે. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં (Cabinet Meeting in Gandhinagar ) પશુઓને ઘાસચારો અને ગ્રામ્ય વિસ્તારમાં પૂરતું પાણી મોકલવાની ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ બાબતે રાજ્યના કેબિનેટપ્રધાન ઋષિકેશ પટેલે (Water Minister Rishikesh Patel) જણાવ્યું હતું કે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં આસપાસના લોકોને પીવાનું પાણી પહોંચાડવામાં આવશે.
પશુઓને ઘાસચારો અને ગ્રામ્ય વિસ્તારમાં પૂરતું પાણી મોકલવાની ખાસ ચર્ચા આ પણ વાંચોઃ Gujarat Cabinet Meeting : પીવાનું પાણી પહોંચાડવા સહિતના પ્રધાનમંડળ બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો
ટૂંકસમયમાં ઘાસચારાનું વિતરણ થશે - ગુજરાતમાં ઉનાળામાં મૂંગા પશુઓને સરકાર સાથેની ખાસ અસર વર્તાય છે. ત્યારે આ બાબતે રાજ્યના કેબિનેટપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પશુઓના ઘાસચારા માટે કોઈ પણ પ્રકારની અછત વર્તાશે નહીં. રાજ્ય સરકાર પાસે અત્યારે કુલ 5.50 કરોડ કિલો ઘાસચારાનો સ્ટોક (Fodder stock for cattle in Gujarat)છે. જે આવનારા સમયમાં જે પણ જિલ્લામાં ઘાસચારાનો જથ્થો ઓછો હશે તે તમામ જિલ્લામાં ઘાસચારાનું વિતરણ શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે તમામ જગ્યાએ ડેટા મંગાવીને ટૂંક સમય જ ઘાસચારા આપવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
પીવાના પાણી બાબતે સરકાર કટિબદ્ધ- રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં (Cabinet Meeting in Gandhinagar ) પીવાના પાણીના મુદ્દે પણ ખાસ્સી ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના પાણી પુરવઠાપ્રધાન ઋષિકેશ પટેલે આ બાબતે જણાવ્યું હતું કે રાજ્યના કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી ટેન્કર પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે આવા અનેક વિભાગોમાં પાણીની કોઇ પણ તકલીફ ન પડે તે માટે પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ઓછા વરસાદથી પાણીના તળ ઓછા થયા છે જેથી આ સમસ્યા સામે આવી રહી છે. છેલ્લા સાત દિવસની વાત કરવામાં આવે તો પાણી બાબતે સમગ્ર ગુજરાતમાંથી કુલ 1416 જેટલી ફરિયાદો (Drinking water complaint) મળી હતી. અત્યાર સુધીમાં મોટાભાગની ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે અને ફક્ત 24 જેટલી ફરિયાદો જ પેન્ડિગમાં (Pending complaint for water) છે.
આ પણ વાંચોઃ કચ્છના 32 ગામોમાં પાણીના 20 ટેન્કરો મારફતે પહોંચાડવામાં આવે છે પાણી
પશુઓ માટે ટેન્કરથી પાણી વિતરણ- રાજ્યના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે જંગલ વિસ્તારમાં પશુઓ માટે પણ ટેન્કરથી (Drinking water complaint) પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરવા કરવામાં આવી છે. જ્યારે ભૂતકાળની વાત કરવામાં આવે તો પહેંલા માલધારીઓ જે જિલ્લાઓમાં પાણીની અછતથી હિજરત કરતા હતાં પરંતુ હવે આવી ઘટના સામે આવતી ન હોવાનું નિવેદન (Cabinet Meeting in Gandhinagar ) પણ રાજ્યના કેબિનેટપ્રધાન ઋષિકેશ પટેલે કર્યું હતું.